આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તે અન્વયે, પેરોલ ફર્લો સ્કોડના પો.ઇન્સ. જે.આર. પટેલ અને પો.સબ.ઇન્સ. ડી.કે. મોરીની સુચનાથી ટીમ પેટ્રોલીંગમાં હતી, દરમિયાન બાતમી મળી હતી કે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ધર્મેશભાઈ ચંદુભાઈ ગોહેલ (રહે. શિવ દર્શન સોસાયટી, વિધ્યા ડેરી રોડ, આણંદ) પોતાના ઘેર હાજર છે. બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને વિધ્યા ડેરી રોડ પર તેના રહેણાંક પરથી પકડી પાડ્યો હતો અને બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો.


Add a comment