આણંદના પ્લોટ અને ક્લાસીસ માટે ફાયર એનઓસી મેળવવાનો કડક નિયમ બનાવવો, અને આ નિયમનું કડક પાલન કરાવવું
મોટા કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ અને કોચિંગ ક્લાસીસ ફાયર એનઓસી મેળવી લે તે જરૂરી : મિલિંદ બાપના, કમિશ્નર, આણંદ મહાનગરપાલિકા
આણંદ, તા. 3, આણંદ મહાનગરપાલિકાના ટીમ દ્વારા આજે મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલ કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાટી પ્લોટ ખાતે ફાયર એનઓસી છે કે કેમ? તેની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી.
આ ચકાસણી દરમિયાન વઘાસી રોડ ઉપર આવેલ વિધિ પાટી પ્લોટ, ગણેશ ચોકડી પાસેના પંચવટી પાટી પ્લોટ અને સ્વસ્તિક વાટિકા ખાતે જરૂરી ફાયર એનઓસી ન હોવાને કારણે તાત્કાલિક અસરથી આ ટીમ દ્વારા આ ત્રણેય પાટી પ્લોટ આ ઉપરાંત આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ સ્માર્ટ બજારની બાજુમાં, પેટ્રોલ પંપની સામેના, ખાનગી ટ્યુશન ક્લાસીસ સિધ્ધ ઇન્સ્ટિટયૂટ ખાતે ફાયર એનઓસી મેળવેલ ના હોઈ આણંદ મહાનગરપાલિકા ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સિદ્ધ ઇન્સ્ટિટ્યૂટને પણ સીલ કરવામાં આવી છે.
આણંદ મહાનગર પાલિકાના કમિશનર ના જણાવ્યા મુજબ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાટી પ્લોટ કે જેમની પાસે ફાયર એનઓસી નથી, જે ઓને તાત્કાલિક અસરથી ફાયર એનઓસી મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.