આણંદ મહાનગરપાલિકા બન્યાના ત્રણ મહિના દરમિયાન રૂા. ૯.૭૭ કરોડ વેરાની આવક
આણંદ : આણંદ મહાનગરપાલિકા બન્યાના ત્રણ મહિના દરમિયાન રૂા. ૯.૭૭ કરોડ વેરાની આવક થઈ છે. ત્યારે રજાના છેલ્લા બે દિવસ દરમિયાન રૂા. ૮૫.૩૬ લાખનો વેરો નગરજનોએ કચેરીમાં જમા કરાવ્યો હતો. એક વર્ષમાં રૂા. ૩૫.૫૯ કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરાઈ છે.
આણંદ મહાનગરપાલિકાને તા. ૧લી એપ્રિલ ૨૦૨૪થી તા. ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીમાં એક વર્ષ દરમિયાન પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી રૂા. ૩૫,૫૯,૪૨,૪૦૭ની આવક થઈ છે. જેમાં આણંદ ખાતે આણંદ ખાતે રૂપિયા ૨૪.૮૭ કરોડ ઉપરાંત, વિદ્યાનગરમાં ૫.૫ કરોડથી વધુ, કરમસદમાં ૪.૫ કરોડ, લાંભવેલમાં ૧૦.૫૪ લાખ, મોગરી ખાતે ૮.૩૩ લાખ, ગામડી ખાતે ૮.૯૮ લાખ અને જીટોડિયામાં રૂપિયા ૧૩.૪૫ લાખ ઉપરાંતની આવક મળીને કુલ આવક રૂપિયા ૩૫.૫૯ કરોડ થઈ હોવાનું જણાવાયું છે. આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ ૯,૭૭,૫૭,૨૭૮ રૂપિયાની વેરાની આવક આવી છે. જેમાં આણંદ નગરપાલિકા વિસ્તારમાંથી ૬,૯૧,૯૬,૨૧૫, વિદ્યાનગર ખાતેથી ૧,૨૦,૪૧,૫૭૩, કરમસદમાંથી ૧,૨૩,૮૭,૬૨૨, લાંભવેલમાંથી ૧૦,૫૪,૮૮૫, મોગરીમાંથી ૮,૩૩,૦૨૯, ગામડીમાં ૮,૯૮,૪૨૯ અને જીટોડિયા ખાતેથી ૧૩,૪૫,૫૨૫ મળીને છેલ્લા ત્રણ મહિના દરમિયાન કુલ રૂપિયા ૯,૭૭,૫૭,૨૭૮ની થઈ છે. આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનો તા. ૩૦મી અને ૩૧મી માર્ચેની જાહેર રજાઓમાં પણ વેરો ભરી શકે તે માટે કચેરી ખૂલ્લી રાખવામાં આવી હતી. રજાના બે દિવસો દરમિયાન રૂા. ૮૫,૩૬,૭૮૩ની વેરાની આવક મહાનગરપાલિકાને થઈ છે.