વડાપ્રધાન મોદીની અચાનક આદમપુર એરબેઝ મુલાકાત: પાકિસ્તાનને સંદેશ
મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા. પાકિસ્તાન દ્વારા સતત આ અફવા ફેલાવવામાં આવી રહી હતી કે તેણે ભારતના આદમપુર એરબેઝ પર હુમલો કર્યો છે. તેને મોટું નુકસાન થયું છે. જોકે, પીએમ નરેન્દ્ર મોદીનું વહેલી સવારે આદમપુર એરબેઝ પર આગમન પાકિસ્તાનને સંદેશ છે. ઓપરેશન સિંદૂર પછી, આદમપુરમાં સૈનિકોને પ્રોત્સાહન આપતા પીએમ મોદીની આ તસવીર અને તેમના ઉત્સાહ હવે પાકિસ્તાનને મિસાઇલ કરતાં વધુ નુકસાન પહોંચાડશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ *પીએમ મોદી વહેલી સવારે આદમપુર એરબેઝ ગયા હતા. તેમણે આપણા બહાદુર સૈનિકો સાથે પણ વાતચીત કરી હતી.* મોદીની આ મુલાકાત ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષ બાદ થઈ રહી છે. ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાડોશી દેશમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય હુમલાઓ બાદ આ સંઘર્ષ શરૃ થયો હતો. પીએમ મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટ પણ શેર કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, *આજે સવારે મેં છહ્લજી આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢનિશ્ચય અને નિર્ભયતાનું પ્રતીક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્ર દળોનો આપણા દેશ માટે જે કંઈ કરે છે તેના માટે હંમેશા આભારી રહેશે.* ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીએ સોમવારે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને ભારતીય સેનાની બહાદુરી વિશે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે પણ વાત કરી અને કહ્યું કે *ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ખૂબ જ નિરાશ, હતાશ થયું હતું, અને આ હતાશામાં તેણે વધુ એક હિંમત કરી. આતંકવાદ સામે ભારતની કાર્યવાહીને સમર્થન આપવાને બદલે, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનું શરૃ કર્યું. પાકિસ્તાને આપણી શાળાઓ-કોલેજો, ગુરુદ્વારા, મંદિરો, સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા, પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ આમાં પણ પાકિસ્તાન પોતે જ ખુલ્લું પડી ગયું*.