વટવા-આણંદ મેમુના સમયપત્રકમાં ફેરફાર, 16મીથી અડધો કલાક વહેલી આવશે
પશ્ચિમ રેલવે દ્વારા 16 મે થી ટ્રેન નંબર 69102 વટવા-વડોદરા મેમુના સમયમાં ફેરફાર કરાયો છે. આણંદ સ્ટેશન પર અગાઉ વટવા વડોદરા મેમુ ટ્રેનનો સમય સાંજે 19.03 હતો તે હવે થી 18.28 આવશે. આ મેમુ ટ્રેન વટવાથી 17.40 કલાક ને બદલે 17.15 કલાકે ઉપડશે અને 17.25 કલાકે ગેરતપુર, 17.30 કલાકે બારેજડી, 17.36 કલાકે કનીજ 17.41 કલાકે નેનપુર, 17.47 કલાકે મહેમદાવાદ ખેડા રોડ, 17.56 કલાકે ગોઠાજ, 18.05 કલાકે નડિયાદ, 18.12 કલાકે આવશે. જ્યાંથી ઉપડી ઉત્તરસંડા, 18.19 કલાકે કણજરી – બોરીયાવી, 18.28 કલાકે આણંદ, 18.37 કલાકે વડોદ, 18.43 કલાકે અડાસ રોડ, 18.53 કલાકે વાસદ, 19.00 કલાકે પહોંચશે.