આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં અચાનક મુલાકાત
આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આજે આણંદ સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલરૂમની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતા શોધ-બચાવના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ અને નાયબ પોલીસ અધિક્ષક પણ હાજર રહ્યા. તમામ અધિકારીઓએ બચાવ સાધનોની કાર્યક્ષમતા ચકાસી.
જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ડૉ. એન્જેલા ગામડિયાએ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાં ઉપલબ્ધ સાધનોની વિગતવાર માહિતી આપી. તેમણે સાધનોના યોગ્ય સમયે અને સ્થળે ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું. આગામી ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર સંપૂર્ણપણે તૈયાર હોવાની ખાતરી આપી.