Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ભારત: જમ્મુ-કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકાર્ય નથી

ભારત: જમ્મુ-કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકાર્ય નથી

ભારતે મંગળવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દામાં ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.ભારત અને પાકિસ્તાન આ મુદ્દાને પરસ્પર ઉકેલશે. આ વાત વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને પીઓકે ખાલી કરવું પડશે. બધા મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે.

હકીકતમાં, ભારતનો આ પ્રતિભાવ જમ્મુ-કાશ્મીર વિવાદના ઉકેલના મુદ્દા પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન સાથે જોડવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે ૧૧ મેના રોજ કહ્યું હતું કે, હું બંને સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરીશ કે શું ‘હજાર વર્ષ’ પછી કાશ્મીર મુદ્દાનો ઉકેલ મળી શકે છે.’ ૧૦ મેના રોજ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ઘવિરામની માહિતી આપી હતી.

જયસ્વાલે કહ્યું, ૭ મેના રોજ ઓપરેશન સિંદૂરની શરૂઆતથી ૧૦ મેના રોજ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાની સહમતિ સુધી, ભારતીય અને અમેરિકન નેતાઓ વચ્ચે ઉભરતી લશ્કરી પરિસ્થિતિ પર ચર્ચા થઇ હતી. કોઇપણ ચર્ચામાં વેપારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. ટ્રમ્પે કહ્યું હતું – મેં ભારત અને પાકિસ્તાન સાથે વાત કરી. મેં તેમને કહ્યું હતું કે યુદ્ઘ બંધ કરો, નહીંતર અમેરિકા તમારી સાથે વેપાર બંધ કરી દેશે.બંને આ વાત માટે સંમત થયા. વિદેશ મંત્રાલયે ભારત-પાકિસ્તાન યુદ્ઘવિરામની જાહેરાત દરમિયાન કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવા અને યુદ્ઘવિરામનો શ્રેય લેવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને પણ ફગાવી દીધા.

જો પાકિસ્તાન તરફથી હૂમલો થશે તો અમે પણ પ્રહાર કરીશું
ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ વાતચીત કરી હતી અને હૂમલાઓ રોકવા કહ્યું હતું. ભારતનો સંદેશ સ્પષ્ટ છે – અમે ફ્કત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. જો પાકિસ્તાન તરફથી હૂમલો થશે તો અમે પણ હૂમલો કરીશું.જો તેઓ શાંત રહેશે, તો અમે પણ શાંત રહીશું.

પાકિસ્તાને સામાન્ય લોકોને નિશાન બનાવ્યા

રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા થઈ છે. બંને દેશો વચ્ચે વેપાર અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. ભારતે ફકત આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો, પરંતુ પાકિસ્તાને સામાન્ય લોકોને નિશાન બનાવ્યા. હવે શાંતિ છે.

Advertisement

ફકત પીઓકે પર જ વાતચીત થશે

ઘણા સમયથી આપણું રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરનો કોઈપણ મુદ્દો ફકત ભારત અને પાકિસ્તાનદ્વારા જ ઉકેલાશે. આમાં કોઈ ફેરફાર નથી. પેન્ડિંગ કેસ ફકત પીઓકે પર કબજા કરવાનો છે. આ તે છે જેની આપણે ચર્ચા કરીશું.

ટીઆરએફને યુએનમાં આતંકી સંગઠન તરીકે સૂચિબદ્ઘ કરવામાં આવશે

વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. અમે સાત વખત બ્રીફિંગ આપ્યું. વિદેશ સચિવે સ્પષ્ટ કહ્યું હતું કે – અમારી પાસે પુરાવા છે. ટીઆરએફએ જવાબદારી લીધી હતી. ટીઆરએફ એ લશ્કર-એ-તૈયબાનું સંગઠન છે. અમે યુએનએસસીમાં ટીઆરએફને આતંકી સંગઠન તરીકે સૂચિબદ્ઘ કરીશું. અમે તમને ટૂંક સમયમાં તપાસ રિપોર્ટ સાથે અપડેટ કરીશું.

સેના અને સંરક્ષણ મંત્રાલય પાકિસ્તાનથી બીએફ જવાનને મુકત કરાવવા માટે કાર્યરત
બીએસએફ કોન્સ્ટેબલ બીકે સાહુ ૨૦ દિવસથી પાકિસ્તાની કસ્ટડીમાં છે. તેમને મુકત કરવાના પ્રશ્ન પર રણધીર જયસ્વાલે કહ્યું-મારી પાસે આ અંગે કોઈ અપડેટ નથી. સેના અને સંરક્ષણ મંત્રાલય આ પર કામ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વાતચીત કઈ રીતે થઈ. પણ હું તેનીવિગતો આપી શકતો નથી.

વિદેશ મંત્રાલયે કહ્યું – પાકિસ્તાન આતંકવાદનું એપી સેન્ટર
રણધીર જયસ્વાલે કહ્યું – પહેલગામમાં ભારતીય પ્રવાસીઓ ભોગ બને છે. પાકિસ્તાન આતંકવાદનું એપી સેન્ટર છે. વિશ્વભરના નેતાઓએ સ્વીકાર્યુ કે ભારતને પોતાની સુરક્ષાનો અધિકાર છે. યુએન સુરક્ષા પરિષદે ૨૫ એપ્રિલના રોજ કહ્યું હતું કે આતંકવાદને સમર્થન આપવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવી જોઇએ. અમારા નેતૃત્વએ કહ્યું કે અમે સરહદ પારન આતંકવાદને સહન કરીશું નહી. આનો યોગ્ય જવાબ આપવામાં આવશે.






Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement