સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ દિવસે જ સવારના સેશનમાં બે કોપી કેસ
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં મંગળવારથી સ્નાતકના છાત્રોની આણંદ-ખેડા જિલ્લાના 50 સેન્ટર પરથી શાંતિપૂર્ણ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે જ સવારના સેશનમાં બે કોપી કેસ નોંધાયા હતા.
આ અંગેની યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજમાં ચાલી રહેલા સ્નાતક કક્ષાના ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થઈ હતી. આણંદ અને ખેડાના વિવિધ 50થી વધુ સેન્ટર પરથી પરીક્ષા સવાર અને બપોરના સેશનમાં લેવામાં આવી હતી. જેમાં આણંદમાં સવારના સેશનમાં બે વિદ્યાર્થીઓ પાસેથી કાપલી પકડાઈ હતી. નોંધનીય છે કે, આ પરીક્ષા જે તે કોલેજ અને જ્ઞાનોદય પરીક્ષા ભવન ઉપરાંત હ્યુમીનીટીઝ બિલ્ડીંગમાં યોજાઈ હતી. અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટરની યુનિવર્સિટી પરીક્ષા આગામી 7 એપ્રિલથી શરૂ થશે.