Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

“લિંગડા-સામરખા ચોકડી માર્ગ માટે નવીનીકરણનાં કામો ટૂંક સમયમાં શરૂ”

“લિંગડા-સામરખા ચોકડી માર્ગ માટે નવીનીકરણનાં કામો ટૂંક સમયમાં શરૂ”

આણંદ જિલ્લામાં ગત ચોમાસા બાદ અનેક જાહેર માર્ગો ની જેમ સામરખા ચોકડી થી લીગડા સુધીનો માર્ગ પણ મગરની પીઠ સમાન બની ગયા હતા. ખાસ કરીને સામરખા ચોકડી નજીક કાચા પાકા દબાણો અને પાણી નિકાલને અપૂરતી સુવિધા ના અભાવે દર વર્ષે ચોમાસામાં આ માર્ગ વાહન ચાલકો માટે જોખમી બની જાય છે. જોકે ચોમાસું વિદાય થતાં દિવાળી સમયથી સરકાર દ્વારા ક્રમ અનુસાર માર્ગ નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ સામરખા વણસોલ રોડ કામ હાલ પૂર્ણ થયું છે. વાહન વ્યવહારથી સતત ધમધમતા સામરખા ચોકડી થી લિંગડાને જોડતા માર્ગમાં નવેની કારણનું આયોજન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ નવીનીકરણ દરમિયાન એક્સપ્રેસવે નો સાંકડું ગરાનાડુ અને મહી કેનાલ પરનો આંકડો બ્રિજ પણ પહોળો કરવામાં આવે તો વાહન ચાલકોને રાહત મળી રહે તેમ છે પ્રાપ્ત માહિતી મુજબ આણંદ થી સામરખા ચોકડી થી લિંગડાને જોડતો રાજ્ય ધોરીમાર્ગના 19 કિલો મીટર વિસ્તાર સુધીના માર્ગની બીમાર હાલતને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વળી સામરખા એક્સપ્રેસવે ગરનાળુ અને ત્યારથી નજીક નહીં કેનાલનો સાંકડો બ્રિજને કારણે વકરતી ટ્રાફિક સમસ્યાથી સ્થાનિકોએ અને વાહન ચાલકોએ ટ્રાન્સપોર્ટર એસટી બસ ચાલકો સહિત અહીંથી આવન જાવન કરતાં નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે જિલ્લાની કાયમી સમસ્યામાં સ્થાન પામેલ છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે ચર્ચિત મુદ્દો બન્યો છે.

રિપેરિંગ ઓફ સેન્ટ્રલ વર્ક, રિસરફેસિંગ અને સ્ટ્રેન્થીંગ સહિતની કામગીરી કરવાના આવનાર હોવાની માહિતી મળી રહી છે. આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સામરખા ચોકડી થી લીંગડા સુધીના માર્ગે બંને બાજુ ઝાડ હટાવીને અગાઉ આ માર્ગ કરોડના ખર્ચે નવનિર્માણ કરાયો હતો, આ માર્ગે સતત ટ્રાફિકને કારણે માર્ગનો ઘસારો વધતા માર્ગમાં ઠેરઠેર ગાબડા પડવા લાગ્યા અને ચોમાસા દરમ્યાન અને તે બાદ માર્ગ સદંતર ખખડધજ હાલતમાં પહોંચી ગયો હતો. હાલ લગભલ આઠ વર્ષ બાદ અંદાજે ૩૩ કરોડના ખર્ચે માર્ગના નવીનીકરણનું આયોજન કરાયું હોવાની માહિતી મળી છે. જોકે આ સ્ટેટ હાઈવે માર્ગની સળંગતા જાળવવામાં બે મોટી અડચણો ટ્રાફિકની અવરોધે છે અને ટ્રાફિક જામ કરે છે. જો તેનું યોગ્ય નિવારણ ન થાય તો અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોને ટ્રાફિકનો મહાત્રાસ ભોગવવો પડશે તે નક્કી છે.

સામરખા ચોકડીથી લીંગડા જતા અને આવતા સમયે માર્ગમાં દરરોજ ગરનાળા પાસે દરરોજ અનેક વખત ટ્રાફિક જામની સૌથી મોટી સમસ્યા નિર્માણ છે. આ સ્ટેટ હાઇવે ફોર લેન છે પરંતુ સામરખા ગરનાળું અને તેનાથી નજીક પેટલાદ મહી શાખા કેનાલ પરનો બ્રિજ સાંકળો હોવાના કારણે ટ્રાફિકને લાંબા સમયસુધી અવરોધે છે. જે કારણે અહીંથી પસાર થતા રોજના હજારો વાહનચાલકો ટ્રાફિકજામનો ત્રાસ અનુભવે છે. એકસપ્રેસ હાઇવેનું સાંકડું નાળું અને મહી કેનાલનો સાંકળા બ્રિજનું નવીનીકરણ કરવા અંગે તંત્ર સહેજેય સંવેદનશીલ જણાતું નથી.

Advertisement

આણંદ સામરખા ગામમાંથી પસાર થતા રસ્તા ના નવીનીકરણમાં એક્ટ્રેસ વેનો ગરનાળુ તથા મહેક કેનાલ પરનો બ્રિજ પહોળો કરવા માંગણી

છેલ્લા બે દાયકા ઉપરાંતથી સ્થાનિક પ્રજાજનો આગેવાનો અને ખેડૂતો આ સમસ્યાના નિરાકરણ માટે પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી રજૂઆતો અને અનેક આંદોલનનો પણ કરી ચૂક્યા છે છતાં એ સરકારને જનતા તેમજ જન પ્રતિનિધિઓનો અવાજ સાંભળાતો નથી આ સમસ્યાનો ઉકેલ પણ મળતો નથી.

આ માર્ગ રાજ્યો ધોરીમાર્ગ આણંદ ડાકોર ગોધરાને જોડતો હોવાને કારણે વાહનોની અવરજવર વધારે હોવાથી ટ્રાફિક સમસ્યા રહે છે જે કારણે ઝઘડા- મારામારી જેવી પરિસ્થિતિ પણ નિર્માણ થાય છે.

સામરખા નજીક એક્સપ્રેસવે ઘરનાળા માટે તેમજ મહી કેનાલનો બ્રિજ પહોળો કરવા માટે સંબંધિત ઓથોરિટી અને કચેરીઓમાં જાણ કરવામાં આવી છે: નાયબ ઇજનેર આર એન્ડ બી, આણંદ

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement