અમાસ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન દાદાને દિવ્ય વાઘા નો શણગાર 200 કિલો સુખડી નો અન્ન કુટ
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિત્તે આજે શનિવારના રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ દાદાને વાઘાનો દિવ્ય શણગાર એવમ 200 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી અને સવારે 7;00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરની યજ્ઞશાળા શાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ આ અનેરા દર્શનની ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.