આણંદ પોસ્ટઓફિસમાં આરટીઇ માટે આધારકાર્ડમાં સુધારો કરવા સવારે 6 વાગ્યાથી લાગતી કતાર
આણંદ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ કેન્દ્રમાં સવારે 6 કલાકે લાંબી લાઇનોમાં ઉભા રહ્યાં બાદ ટોકન આપવામાં આવતાં અરજદારો અને વિદ્યાર્થીઓ હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.
આરટીઇ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતી વખતે આધારાકાર્ડ પુરૂ નામ લખેલ હોય તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે માતા પિતાના અને બાળકો આધારકાર્ડ અપડેટમાં નામ અને અટક વર્ષોથી લખવામાં આવતી હતી. જેને સુધારો કરવા માટે આણંદ જિલ્લાના 26 કેન્દ્રોમાંથી માત્ર આણંદ પોસ્ટ ઓફિસમાં મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે 75 થી વધુ ગામડાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારે 6 કલાકે ઉમટી પડતાં હોય છે. જેના પગલે આધારકાર્ડ કેન્દ્રમાં માત્ર 2 કિટ હોવાથી કર્મચારીઓ દ્વારા નાણાં લઇને ટોકન આપતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ તપાસ કરીને પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ કેન્દ્ર બંધ કરીને અન્ય જગ્યાએ ફાળવવા આવે તેવી માગ ઉચ્ચારી છે. કારણ કે પોસ્ટ ઓફિસમાં અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોવાથી બેસવાની અને પીવાના પાણીની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. નવી કિટો ફાળવાશે આણંદ જિલ્લાના તમામ શાળાઓમાં આધાર અપડેટ અને આઇડીની કામગીરી ચાલી રહી છે. છતાં પણ ફરિયાદ આવવાથી નવી કિટો મુકવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે. જેનાથી વિદ્યાર્થીઓને સરળતા રહેશે. > કામિનીબેન ત્રિવેદી, ડીઇઓ, આણંદ