આણંદ જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 76.50 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામ આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ GUJCET (ગુજકેટ) – 2025 નું પરિણામ આજરોજ સવારે 10:30 કલાકે શિક્ષણ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર કરી દેવામાં આવ્યું છે.
જેમાં આણંદ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 76.50 ટકા આવ્યું છે. જેમાં 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 93.46 ટકા આવ્યું છે. જેમાં 69 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.
વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર વાઇઝ પરિણામ
- આણંદ કેન્દ્ર – 74.94%
- બોરસદ કેન્દ્ર – 75.25%
- ખંભાત કેન્દ્ર – 77.38%
- પેટલાદ કેન્દ્ર – 67.15%
- વલ્લભ વિદ્યાનગર કેન્દ્ર – 82.75%
ધોરણ 12 સાયન્સમાં સૌથી ઉંચુ પરિણામ વલ્લભ વિદ્યાનગર કેન્દ્રનુ 82.75% આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પેટલાદ કેન્દ્રનું 67.15% આવ્યું છે.
સામાન્ય પ્રવાહનું કેન્દ્ર વાઇઝ પરિણામ
- આણંદ કેન્દ્ર – 88.74%
- બોરસદ કેન્દ્ર – 98.38%
- ખંભાત કેન્દ્ર – 93.22%
- પેટલાદ કેન્દ્ર – 87.47%
- વલ્લભ વિદ્યાનગર કેન્દ્ર – 92.49%
- સામરખા કેન્દ્ર – 97.53%
- વાસદ કેન્દ્ર – 97.79%
- બોરીયાવી કેન્દ્ર – 95.59%
- આંકલાવ કેન્દ્ર – 96.74%
- અલારસા કેન્દ્ર – 92.28%
- કરમસદ કેન્દ્ર – 89.11%
- ઉમરેઠ કેન્દ્ર – 86.12%
- ભાદરણ કેન્દ્ર – 97.93%
- દહેવાણ કેન્દ્ર – 99.29%
- બિલપાડ-ગંભીરા કેન્દ્ર – 97.86%
- નાર કેન્દ્ર – 97.81%
- સોજીત્રા કેન્દ્ર – 97.94%
- તારાપુર કેન્દ્ર – 96.68%
- સારસા કેન્દ્ર – 98.76%
- ઓડ શિલી કેન્દ્ર – 95.39%
ધોરણ 12 પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં સૌથી ઉંચુ પરિણામ દહેવાણ કેન્દ્રનું 99.29% આવ્યુ છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ઉમરેઠ કેન્દ્રનું 86.12% આવ્યું છે.
રાજ્યમાં કેટલા વિદ્યાર્થી નોંધાયા હતા? ધોરણ 12 સામાન્ય પ્રવાહ
- નિયમિત વિદ્યાર્થીઓ – 3,64,859
- રીપીટર વિદ્યાર્થી – 22,652
- આઇસોલેટેડ – 4,031
- ખાનગી – 24,061
- ખાનગી રીપીટર – 8,306
- કુલ – 4,23,909
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
- નિયમિત વિદ્યાર્થીઓ – 1,00,813
- રીપીટર વિદ્યાર્થી – 10,476
- આઇસોલેટેડ – 95
- કુલ – 1,11,384