ખંભાતની બાળા પર દુષ્કર્મ અને હત્યાનો ગુનો: આરોપીને “ડબલ ફાંસી”ની સજા
ખંભાત તાલુકાના કાણીસા ગામે રહેતી એક ૭ વર્ષની બાળકીને સને ૨૦૧૯ના બેસતા વર્ષના દિવસે જ બિસ્કિટ અપાવવાની લાલચ આપીને વિઝોલકાવાળા ખેતરમાં લઈ જઈને તેણી ઉપર પાશવી રીતે દુષ્કર્મ ગુજારીને, ગળુ દબાવી હત્યા કરી નાંખનાર નરાધમને સેશન્સ કોર્ટે તકશીવાર ઠેરવીને દુષ્કર્મ અને હત્યાના ચાર્જીસમાં ગુજરાતની વડી અદાલતની મંજુરીનીઅપેક્ષાએ ડબલ ફાંસીની સજા સંભળાવતા કોર્ટ સંકુલમાં સોંપો પડી જવા પામ્યો હતો.
ચકચારી બનાવની મળતી વિગતો અનુસાર કાણીસા ગામે રહેતી એક સાત વર્ષની કિશોરી ગત ૧૮-૧૦-૨૦૧૯ના રોજ બેસતુ વર્ષ હોય પોતાની બહેનપણીઓ સાથે ફળિયામાં રમતી હતી. દરમ્યાન બપોરના બે વાગ્યાના સુમારે નજીકમાં જ રહેતો અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલ આવી પહોંચ્યો હતો અને સાત વર્ષીય બાળકીને બિસ્કીટ લઈ આપું,ચાલ મારી સાથે તેમ કહેતા જ તેણની સાથે બીજી છોકરીઓ પણ અર્જુન સાથે જવા લાગી હતી. જેથી અર્જુને તેમને હુ તમારા માટે પણ બિસ્કીટ લઈને આવું છુ તેમ કહીને પરત મોકલી દીધા હતા. અર્જુન ઉર્ફે દડો બાળકીને લઈને વિઝોલકાવાળા ખેતરમાં આવ્યો હતો. જ્યાં તેણે બાળકી ઉપર બળજબરીપુર્વક અત્યંત ક્રુર રીતે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જેને લઈને બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતુ અને ગુપ્ત ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. બાળકી આ વાતની જાણ બધાને કરી દેશે તે બીકે તેણે ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ લાશને નજીકમા આવેલા પાણીના કાંસમાં નાંખીને ફરાર થઈ ગયો હતો.
આ તરફ ફળિયામાં રમતી પોતાની પુત્રી જોવા ના મળતાં તેના પિતા સહિત પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ઘરી હતી.જેમાં એક બાળકીએ અર્જુન ઉર્ફે દડો તેણીને લઈ ગયો હોવાની માહિતી આપી હતી. આ સાથે જ ગામના માજી સરપંચ અને વિઝોલકાવાળા ખેતર નજીક રહેતા એક વ્યક્તિએ પણ બાળકી અર્જુન ઉર્ફે દડા સાથે હોવાની કેફિયત જણાવી હતી.જેથી અર્જુનની શોધખોળ કરતા તે પણ ઘરે મળી આવ્યો નહોતો. દરમ્યાન ગામના દિપકભાઈ મફતભાઈ વાઘેલાએ કાંસમાં એક બાળકીની લાશ પડી હોવાની જાણ કરતાં જ પરિવારના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને લાશને બહાર કાઢીને તપાસ કરતા તેણી અર્ધનગj હતી અને ગુપ્ત ભાગેથી લોહી નીકળતુ હતુ. જેથી તુરંતજ ખંભાત રૂરલ પોલીસને જાણ કરતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીની લાશનો કબ્જો લઈને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા માટે કરમસદની હોસ્પીટલમાં મોકલી આપવામાં આવી હતી. પોલીસે દુષ્કર્મ વીથ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી અને ૧૯મી તારીખે જ અર્જુન ઉર્ફે દડાને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે જ ઉક્ત જધન્ય કૃત્યને અંજામ આપ્યાની કબુલાત કરી લીઘી હતી. જેથી તેની વિધિવત ધરપકડ કરીને રીમાન્ડ પર મેળવી તત્કાલીન પીઆઈ એન. કે. ચૌહાણ અને પીએસઆઈ એન.આર. રામીએ તલસ્પર્શી તપાસ કરી હતી અને ગુના સંબંધિ સાંયોગિક સહિત તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા અને ચાર્જશીટ રજુ કરી હતી. સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ વીથ હત્યાના ગંભીર પ્રકારના ગુના સંબંધે કેસ ચલાવીને નરાધમને કડકમાં કડક સજા અપાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કેસમાં સ્પેશ્યલ સરકારી વકિલ તરીકે વડોદરાના વકિલ રઘુવીર પંડ્યાની નિમણુંક કરવામાં આવી હતી. તેઓએ સમગ્ર કેસની સુનાવણી દરમ્યાન ધારદાર દલિલો રજુ કરતા એક એક કડી અને પુરાવાઓને સાંકળીને આ કેસને રેરસ ઓફ ધ રેર ગણીને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૨૦ જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા અને ૪૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જજ પરવીનકુમારે સ્પેશ્યલ સરકારી વકિલની દલિલો તેમજ રજુ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટની મંજુરીને આધિન આરોપી અર્જુન ઉર્ફે દડાને દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ડબલ ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. સાથે સાથે જજે ભોગ બનનાર બાળકીના પરિવારજનોને વળતર પેટે કુલ ૧૩.૫૦ લાખ રૂપિયા ચુકવવાનો પણ હુકમ કર્યો હતો.
આરોપી અર્જુન ગોહેલ ઉર્ફે દડો અપરિણીત હતો
સાત વર્ષની બાળકીને પીંખી નાંખીને ગળુ દબાવી હત્યા કરનાર તે સમયે ૨૫ વર્ષની વય ધરાવતો અર્જુન ઉર્ફે દડો અપરિણીત હતો અને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતો હતો. તેના પિતાના અવસાન બાદ તેની માતાએ બીજા લગj કર્યા હતા.જો કે બીજા પતિથી તેની માતાને બે સંતાનો થયા હતા. જ્યારે ભોગ બનનાર કિશોરીને પણ એક ભાઈ અને એક બહેન છે. કિશોરીના પિતા પણ મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. અરેરાટી ઉપજાવે તેવો બનાવ ઉજાગર થતાં જ સમગ્ર કાણીસા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જજે જ્યારે ફાંસીનો ચુકાદો સંભળાવ્યો ત્યારે કોર્ટ સંકુલમાં સોંપો પડી જવા પામ્યો હતો. જોકે આરોપી અર્જુન ઉર્ફે દડાના ચહેરા પર પસ્તાવાના સહેજ પણ ભાવ જોવા મળતા ન હતા.
૧૧ વર્ષની બાળકી સહિત ત્રણની જુબાની મહત્વની સાબિત થઈ
સ્પેશ્યલ સરકારી વકિલ રઘુવીર પંડ્યાના જણાવ્યા અનુસાર સમગ્ર કેસની પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરીને એકબાદ એક કડી મેળવીને સમગ્ર કેસના પુરાવાઓ એકત્ર કર્યા હતા. આ કેસમાં જ્યારે જુબાની આપી ત્યારે ૧૧ વર્ષની કિશોરીએ બનાવ વખતે આરોપી અર્જુન ઉર્ફે દડો ભોગ બનનાર ૭ વર્ષીય બાળાને બિસ્કીટ અપાવવાની લાલચ આપીને લઈ ગયો હોવાની હકિકત કોર્ટ સમક્ષ વર્ણવી હતી. ત્યારબાદ રસ્તામાં માજી સરપંચ અશ્વિનભાઈ પટેલ મળતા તેમની પાસે આરોપી અર્જુને ૨૦ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ તેમણે આપ્યા નહોતા. ત્યારબાદ વિઝોલકાવાળા ખેતરમા બાળાને લઈ જતો હતો ત્યારે ત્યાં રહેતા અરવિંદભાઈ રોહિતે પણ તેને જોયો હતો. આ ત્રણેયની જુબાની સમગ્ર કેસને પુરવાર કરવામાં મહત્વની કડી સાબિત થઈ હતી. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ, મેડીકલ પુરાવા સહિત દસ્તાવેજી પુરાવાઓ પણ આરોપીને ફાંસીની સજા તરફ દોરી લઈ ગયા હતા.
કઈ-કઈ કલમમાં કેટલી સજા કરાઈ
-ઈપીકો કલમ ૩૬૩માં ૭ વર્ષની સખ્ત સજા અને ૧૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ૨ મહિનાની કેદની સજા -૩૭૬ (૩)માં આજીવન કેદની સજા અને ૨૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ચાર મહિનાની કેદની સજા -૩૦૨માં મૃત્યુદંડની સજા અને ૫૦ હજાર રૂપિયા દંડ -૨૦૧માં ૭ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે મહિનાની સજા -પોક્સો એક્ટ-૪માં આજીવન કેદની સજા અને ૨૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ૪ મહિનાની કેદની સજા -પોક્સો એક્ટ-૬મા મૃત્યુદંડની સજા અને ૫૦ હજાર રૂપિયા દંડ
સાડા પાંચ વર્ષ બાદ ચુકાદો આવતા ભોગ બનનારના પરિવારને ન્યાય મળ્યો
ખંભાતના કાણીસાની ૭ વર્ષની બાળા ઉપર ક્રુરતાપુર્વક દુષ્કર્મ ગુજારીને તેણીનું ગળુ દબાવીને હત્યા કરવાના ગુનામાં તકશીરવાર ઠરેલા નરાધમને ખંભાતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. સાડા પાંચ વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવતાં પરિવારના સભ્યોને ન્યાય મળ્યાની લાગણી જોવા મળતી હતી. બાળકીના પિતાએ ન્યાય અપાવવામાં મહત્વની ભુમિકા ભજવનારા સ્પેશ્યલ સરકારી વકિલ રઘુવીર પંડ્યાને હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો. તારીખ ૨૮-૧૦-૨૦૧૯ના રોજ બનાવ બન્યો હતો. તારીખ ૨૯-૧૦-૨૦૧૯ના રોજ આરોપી અર્જુન ઉર્ફે દડાની ધરપકડ કરાઈ હતી. પોલીસે તપાસ કરીને તારીખ ૧૧-૧૨-૨૦૧૯ના રોજ ચાર્જશીટ રજુ કરી હતી. અને સાડા પાંચ વર્ષની સુનાવણી બાદ આજે તારીખ ૨૫-૪-૨૦૨૫ના રોજ જજે ચુકાદો સંભળાવ્યો હતો.
બાળકી પર બેરહમીપુર્વક દુષ્કર્મ ગુજારાતા પેટ ફાટી ગયું હતુ
સરકારી વકિલ રઘુવીર પંડ્યાએ જણાવ્યું હતુ કે, બાળકીનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરનાર ડો. ઉત્સવ પારેખે કોર્ટમાં જ્યારે જુબાની આપી અને પીએમ નોટની વિગતો ઉજાગર ત્યારે કમકમાટી થઈ જવા પામી હતી. નરાધમે બાળકી પર બેરહમીપુર્વક દુષ્કર્મ ગુજાર્યું હતુ જેને કારણે પેટમાં પોલાણ થઈ જવા પામ્યું હતુ અને ત્યાં ૩૦ એમએલ જેટલું લોહી ગંઠાઈ ગયેલું હતુ. બાળકીના ગુપ્ત ભાગેથી પણ પુષ્કળ લોહી નીકળ્યું હતુ અને ગુપ્ત ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પણ થવા પામી હતી. બાળકી ૭ વર્ષની હતી જ્યારે નરાધમ ૨૫ વર્ષનો હતો. નરાધમે પેનીગ્રેશન એટલી ફોર્સફુલી કર્યું હતુ કે, બાળકી અર્ધબેભાન થઈ ગઈ હતી.