ખેડા જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી પાર: બપોરે રસ્તા સુમસામ
ખેડા જિલ્લામાં સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આકરી ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગે હિટ સ્ટ્રોકથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. કચેરીઓમાં તકેદારીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. આ અંગે માર્ગદર્શક બેનર્સ પણ કચેરીઓમાં લગાવવામાં આવ્યા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ મે માસમાં તાપમાન વધુ ઊંચે જવાની શક્યતા છે. ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.