નકલી સરદાર પટેલની ઓળખ આપી નકલી સાક્ષીઓ ઉભા કરી સરદાર પટેલના નામે ચાલી આવતી જમીનનો બારોબાર દસ્તાવેજ કરાવી દીધો હતો
તૃષાલ પંડયા, ખેડા | નડિયાદના મહેમદાવાદ તાલુકાના ગાડવામાં આવેલી વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલ ( સરદાર પટેલ )ની જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો. ગુજરાત પ્રાંતીય સમિતિની જમીન હતી જેમાં તે વખતે માલિક તરીકે વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતુ.
2004 માં મામલતદાર કચેરીમાં રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન થયુ ત્યારે આગળ જે ગુ પ્રા સ લખેલું હતુ તે રેકર્ડમાંથી દૂર થઈ ગયુ હતુ ફક્ત વલ્લભભાઇ ઝવેરભાઈનુ નામ રેકર્ડમાં રહેલુ અને જમીન જૂની શરતની થયેલી, જેનો લાભ લઈ હિરાભાઈ કલાભાઈ ડાભીને વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો. હિરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ ભૂપેન્દ્રભાઈના પિતા દેસાઈભાઈ જેહાભાઈ ડાભીએ આપી હતી એમણે પણ ખોટું નામ ધારણ કરેલુ.
બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ શકરાભાઈ ચૌહાણ બંનેએ હિરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી.
જે બાબતે કેસ મહેમદાવાદ એડીશનલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. હિરાભાઈ કલાભાઈ ડાભી ટ્રાયલ દરમિયાન કુદરતી અવસાન પામેલા છે.