
લોકસભામાં પાસ થયું ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું. આ દરમિયાન ગૃહમંત્રીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, વિપક્ષ આ માટે વિરોધ કરી રહ્યું છે કારણ કે કોઈ ખાસ પરિવારના નામ પર યુનિવર્સિટી બનાવવામાં આવી નથી રહી. હવે મનમાં આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે, ત્રિભુવનદાસ કેશુભાઈ પટેલ કોણ છે, જેમના નામ પર બિલ લાવવામાં આવ્યું છે? ત્રિભુવનદાસનો અમૂલ સાથે શું કનેક્શન છે? અમે તમને જણાવી દઈએ કે, ત્રિભુવનદાસ પટેલ એક કોંગ્રેસ નેતા હતા, જે સરદાર વલ્લભભાઈ પટેલના નજીકના હતા. તેમણે દૂધ ઉત્પાદક કંપની અમૂલની શરૂઆત કરી હતી.
અમિત શાહે સંસદમાં કટાક્ષ કરતા એમ પણ જણાવ્યુ છે કે, કોંગ્રેસીઓને ખબર નથી કે, ત્રિભુવનદાસ પટેલ પણ તેમના જ નેતા હતા. સાથે જ તેમણે મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અગાઉની સરકારોમાં સહકારી સંસ્થાઓ સાથે ટેક્સને લઈને અન્યાય થતો હતો, પરંતુ મોદી સરકારે પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ (PACS)ને સન્માન આપ્યું અને તેમના પર લાગતા ટેક્સને ઘટાડ્યો.