“વીડિયો ગેમના પ્રવાહમાં એક બાળકનું ખતરનાક કાર્ય: સાથી વિદ્યાર્થીઓને બ્લેડથી હુમલો”
બ્લેડના કાપા કરે તો 10 રૂ. આપવાની વાત કહેતાં 40 છાત્રોએ પોતાના હાથ પર ઘા કરવાની ઘટના
અમરેલીના બગસરાની શાળામાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂ. આપવાની વાત કહેતાં 40 છાત્રોએ પોતાના હાથ પર ઘા કરવાની ઘટના બાદ ડીસામાં પણ શાળાના બાળકોએ એકબીજાને ચેલેન્જ આપી હાથ પર બ્લેડના કાપા માર્યાની ઘટના સામે આવી છે.
ઘટના અંગે ડીસાની રાજપુર પે સેન્ટર શાળાના આચાર્ય શ્રવણભાઇ અનાવાડિયાએ જણાવ્યું હતું કે, શાળાના વિદ્યાર્થીઓમાં ઓનલાઇન ગેમ અંગે જાગૃતિ આવે તે માટે સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને આવી ગેમ ન રમવા અને તેની ગંભીરતા વિશે સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન એક-બે વિદ્યાર્થીઓએ અમારુ ધ્યાન દોર્યું કે તેમના ક્લાસના વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારેલા છે. જેથી અમે ચેક કર્યું તો એક વિદ્યાર્થીના હાથ પર કાપા અને લિસોટા હતા. જેથી વિદ્યાર્થીને અમે પૂછ્યું કે તું કેમ આવું કરે છે? તો તેણે કહ્યું કે મારા એક મિત્રએ મને કહ્યું કે જો હું મારા હાથ પર કાપા મારી શકું છું, તારામાં આવી હિંમત છે? તો સામે આ વિદ્યાર્થીએ કહ્યું કે હા હું પણ કેમ ના કરી શકું એમ કહીને હાથ પર ધસકા માર્યા હતા.
આચાર્ય શ્રવણભાઇએ જણાવ્યું કે, અન્ય એક વિદ્યાર્થીના હાથ પર કાપા હતા તો તેને પૂછ્યું કે તે કેમ હાથ પર આવી રીતે કાપા માર્યા છે? તો તેણે કહ્યું કે મારા મિત્રએ મારા માતા-પિતાના સોગંધ આપ્યા હતા એટલે મે આવું કર્યું છે. એટલે અમને લાગ્યું કે વાતમાં કશું નથી અને બાળકોને સમજાવીને જવા દિધા. બીજા દિવસે અમે બગસારાની શાળામાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યાની ઘટના અંગે અખબારમાં વાંચ્યું. જેથી અમે અમારી શાળાના વિદ્યાર્થીઓ અંગે ગંભીર બન્યા અને અમે હેલ્પલાઇન નંબર 1098 પર ફોન કર્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓ પણ આવા કોઇ રવાડે ન ચડે એ માટે ગઇકાલે કાઉન્સેલિંગનું આયોજન કર્યું હતું.
આચાર્ય કહ્યું કે, કાઉન્સેલિંગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મળી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ બાળકો કોઇ ગેમ કો શિકાર બન્યા છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કાઉન્સલિંગ બાદ આ ઘટના ચર્ચામાં આવતા ઘણા બાળકો શાળામાં પણ નથી આવ્યા. પોલીસ પણ યુનિફોર્મમાં શાળામાં આવી છે તો બાળકો ડરી ગયા છે. અમારી વિનંતી છે કે શાળાના બાળકોના શિક્ષણ પર અસર ન થાય તેવી રીતે કામગીરી થવી જોઇએ.
આચાર્યએ ઉમેર્યું હતું કે, કાઉન્સેલિંગની ટીમે પીડિત વિદ્યાર્થીઓના વાલીઓના ફોન પણ ચેક કર્યા અને જોયું કે તેમાં આવી કોઇ ઓનલાઇન ગેમ છે કે નહીં. પરંતુ આવી કોઇ ગેમ વાલીઓના મોબાઇલમાં મળી નથી. છતાં ટીમ અભ્યાસ કરી રહી છે. હાલ બાળકો એટલા ડરી ગયા છે કે શાળાએ આવતા ડરી રહ્યા છે, કદાચ વાલીઓ પણ ડરતા હશે કે કોઇ પોલીસ કાર્યવાહી થશો તો? એવા ડરે પણ બાળકોને શાળા મોકલા ન હોય તેમ બની શકે.