વિદ્યાનગર, ભાઈકાકા સર્કલ પાસે પ્રકૃતિનું એક મોહક રૂપ! આ સુંદર ગુલાબી ફૂલધરી ઝાડ ખરેખર ચેરી બ્લોસમ જેવું અદ્ભુત લાગે છે
આ ઝાડના નાજુક ગુલાબી ફૂલો શહેરની ગલીઓને વસંતના રંગોથી રંગી રહ્યા છે. જાપાનના ચેરી બ્લોસમ ફેસ્ટિવલ જેવી દૃશ્યાવલિ હવે આપણા નજદીક પણ જોવા મળી રહી છે. વિદ્યાનગરના ભાઈકાકા સર્કલ પાસે આવુજ એક પ્રકૃતિનું મોહક સ્વરૂપ છે જેને તમારું દધ્યાન ચોક્કસ પણે ખેંચ્યું જ હશે.
ચેરી બ્લોસમ ફેસ્ટિવલ વસંતની સુંદરતાનો એક ઉત્સવ છે, જ્યાં નાજુક ગુલાબી અને સફેદ ફૂલોથી ઝાકળાયેલા ઝાડો અદ્ભુત દૃશ્ય સર્જે છે. આ ઉત્સવ દુનિયાભરના વિવિધ સ્થળોએ ઉજવાય છે, અને દરેક સ્થળે તેનો એક અનોખો અનુભવ મળે છે.
જાપાન:
સૌથી પ્રખ્યાત હનામી (Hanami) તહેવાર જાપાનમાં ઉજવાય છે, જ્યાં ટોક્યો, ક્યોટો અને ઓસાકા જેવા શહેરોમાં લોકો ઉદ્યાનોમાં પિકનિક માણે છે અને ફૂલોથી શોભાયમાન દૃશ્યોનો આનંદ લે છે.
વોશિંગટન, ડી.સી., યુએસએ:
નેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 1912માં જાપાન તરફથી ભેટમાં મળેલા ચેરી વૃક્ષોની યાદમાં ઉજવાય છે. ટાઈડલ બેસિન આ ફૂલો જોવા માટે એક લોકપ્રિય સ્થળ છે.
ભારત:
શિલોંગ, ગંગટોક અને શ્રીનગર જેવા સ્થળોએ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ઉજવાય છે, જ્યાં કુદરતી સૌંદર્ય સાથે આ ફૂલો એક અનોખી જાદૂઈ દુનિયા સર્જે છે.
વેનકુવર, કેનેડા:
અહીં વેનકુવર ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ફૂલોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, કાર્યશાળાઓ અને ખાસ આકર્ષણોનો ભાગ બને છે.
આ ઉત્સવોમાં સામાન્ય રીતે સંસ્કૃતિક નૃત્ય-ગીત, ખાસ ખોરાક, અને સ્થાનિક પરંપરાઓને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ હોય છે.
તમારે ક્યારેય આમાંથી કોઈ ફેસ્ટિવલનો અનુભવ લીધો છે? અથવા તમે ક્યા શહેરમાં જવાનું પસંદ કરશો?આપણા ગુજરાતમાં પણ કુદરતનાં આવા નઝારાઓ માણવા મળતા હોય, તો તમે પણ આવા દૃશ્યો કે જગ્યાઓ શેર કરો!
