આણંદ મનપાની ઝુંબેશને ઝડપી ગતિ: આરોગ્ય અને સ્વચ્છતા માટે દંડની લહેર
આણંદ મનપાની મેલેરિયા વિભાગની ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સાઇટો તેમજ અન્ય વિસ્તારોની મુલાકાત લઇને પાત્રો તપાસ્યા હતા.જેમાં મચ્છરના બ્રિગેડ મળી આવતાં 5 થી વધુ બિલ્ડરોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ સેનેટરી વિભાગ દ્વારા 40થી વધુ દુકાનો અને લારીઓ પરથી પ્રતિબંધી પ્લાસ્ટીકનો 10 કિલોના જથ્થો જપ્ત કરીને વેપારીઓને રૂ 34,500નો દંડ ફટકર્યો છે.
આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તાર,સ્ટેશન રોડ , શાકમાર્કેટ, ટુંકી ગલી સહિત દુકાનોમાં પ્રતિબંધી પ્લાસ્ટીક થેલી ઉપયોગ મોટા પ્રમાણ થઇ રહ્યો હતો. જેના કારણે શહેરના માર્ગો ગંદકી જોવા મળતી હતી.તેને ધ્યાને લઇને આણંદ મનપા કમિશ્નરની સુચનાથી સેનેટરી વિભાગ દ્વારા શહેરના જુદુ જુદા વિસ્તારમાં આવેલી દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 40થી વધુ દુકાનો અને લારીઓ પરથી પ્રતિબંધી પ્લાસ્ટીકનો 10 કિલોના જથ્થો જપ્ત કરીને વેપારીઓને રૂ 34500નો દંડ ફટકર્યો છે. મેલેરિયા વિભાગ દ્વારા આણંદ શહેરમાં પાણી ના પાત્રોમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતા ધંધાકીય એકમો ને દંડનીય કાર્યવાહી કરી ને રૂપિયા 18,300/- વસૂલ કરવામાં આવ્યો હતો.