આસોદર પાસે ધોળા દિવસે લૂંટ! કારનો કાચ તોડી ₹6.51 લાખની ચોરી
આંકલાવના આસોદર ચોડકી પાસે ધોળા દિવસે બાઇક પર આવેલા બે શખસોએ કારનો કાચ તોડી રૂપિયા 6.51 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આંકલાવના હળદરી પાસે આવેલા પેટ્રોલપંપના માલિક રવિ શૈલેશભાઈ શાહ પેટ્રોલપંપ પર આવેલી ચાર દિવસની રોકડ લઈ આસોદર બેન્કમાં ભરવા માટે નીકળ્યા હતા. દરમિયાન, તેઓ આસોદર ચોકડી પાસે આવેલી પોતાની ભાઈની કાપડની દુકાન પાસે કાર પાર્ક કરી દુકાનમાં ગયા હતા. એ સમયે બાઇક પર આવેલા બે અજાણ્યા શખસોએ કારનો કાચ તોડી રૂપિયા 6.51 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તેઓ માત્ર બે મિનિટ કાર પાર્ક કરી હતી ત્યાં પરત ફર્યા હતા. જ્યાં કારનો કાચ તુટેલી હાલતમાં જોતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા.
પેટ્રોલપંપના માલિક દ્વારા આંકલાવ આ મામલે પોલીસને જાણ કરતા એલસીબી તેમજ આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા બાઈક પર આવેલા બે શખસો ચોરી કરતાં જણાયા હતા.