આંકલાવમાં પાંચ દિવસથી નિયમ વિરુદ્ધ મેળો ચાલુ, તંત્ર જાણે અજાણ બની રહ્યું
આંકલાવ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી કોઈ પણ પ્રકારની માર્ગ અને મકાન વિભાગ, ફાયર એન.ઓ.સી, ફિટનેસ,કે મામલતદારની પણ મંજુરી લીધા વિનાનો આણંદ મેળો ચાલી રહ્યો છે જેમાં આંકલાવનું તંત્ર જાણે અજાણ હોય તેમ સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે પૂર્વ નગરપાલિકાના કારોબારી સભ્ય નયનકુમાર પટેલ દ્વારા સમગ્ર મામલો મીડિયા સમક્ષ રજૂ કરતા આ હકીકત સામે આવી હતી અને મજુરી વિના ચાલતો મેળો બંધ કરાવવા માંગ કરી હતી
આંકલાવ શહેરના વિરકુંવા ચોકડી નજીકમાં છેલ્લા પાંચ દિવસથી કોઈ પણ મંજૂરી વિના આનંદમેળો ચાલી રહ્યો છે પરંતુ તંત્ર સમગ્ર બાબતે અજાણ હોય તેમ સામે આવ્યું છે સમગ્ર આનંદમેળામાં કોઈ પણ પ્રકારની ફિટનેસ કે ફાયર એન.ઓ.સી વિના ચાલતા આ આનંદમેળામાં તંત્ર પાસે મજુરી લેવામાં આવી નથી છતાં પણ રાત્રી દરમ્યાન મેળો બેરોકટોક ચાલી રહ્યો છે ત્યારે આંકલાવ નગરપાલિકાના પૂર્વ સભ્ય નયનકુમાર પટેલને સમગ્ર બાબત ધ્યાન પર આવતા મામલો મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો જેમાં નયનકુમાર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી રાત્રી દરમ્યાન આ આનંદમેળો ચાલી રહ્યો છે જેમાં કોઈ પણ પ્રકારની મંજુરી લેવામાં આવી નથી કોઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ માટે મજુરી વિના ચાલતા આ આનંદ મેળો વહેલી તકે તંત્રએ બંધ કરાવવો જોઈએ તેવી રજૂઆત કરી હતી.