સરકારી પડતર જમીન ગુરુકુળને સસ્તામાં પધરાવવાનો વિવાદ
કહાનવાળીની 237 વીઘા સરકારી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને 38 કરોડમાં આપી દેવા મામલે રાજકારણ ગરમાયું હતું જેનો અંત આ આવ્યો છે જેમાં આણંદના સાંસદ મિતેષ પટેલે જમીન ફાળવવામાં ભલામણ પત્ર આપ્યો હતો.બાદમાં જમીન મામલે મામલો ભારે ગરમાયો હતો.ગુલાબસિંહ જણાવ્યું હતું કે , ગ્રામજનો સાથે રાખીને સાંસદ મિતેષ પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ખાતરી આપી હતી.
સાંસદે શિક્ષણનો વિકાસ કરવો હતો તો વાસદના કોતરોમાં હજારો વીઘા જમીન છે તે કેમ આપી નહીં માત્ર કહાનવાડીની જ જમીન આપવાનું કારણ સમજાતું નથી. ગ્રામજનોને અંધારામાં રાખી પૂછ્યા વગર જ જમીનનો ભલામણપત્ર આપી ગામ સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો.
આ અંગે ગુલાબસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સાંસદે મને અંધારામાં રાખી જમીન માટે ભલામણ કરી હતી ત્યાર બાદ એક નવો વળાંક જોવા મળ્યો છે ગુલાબસિંહ દ્વારા જાણવામાં આવ્યું હતું કે સાંસદ પાસે જમીન ફાળવણી માટે વિસ્તૃત ચર્ચા કરતા મને સાંસદે પાસેથી ગામના લોકોમાં હિત માટે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને અને અમારા ગામની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે લેવામાં આવશે.