અખિલ ભારતીય મજદૂર સંઘની ગૌહાટી આસામ રાજ્ય ખાતે મળેલ કાર્યકારિણીની બેઠકમાં થયેલ ચર્ચાઓ અને સ્કીમ વર્કરના પ્રશ્નો અંગે ભારત સરકાર સાથે બજેટ પૂર્વે થયેલ બેઠક બાદ પણ કોઈ જાહેરાત ન થતાં દેશના સમગ્ર જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું મહેકમ એવા આશા ફેસીલીટર બહેનોના પણ પ્રશ્નો પણ છે. જેને ધ્યાને લઇને આણંદ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીનેર રજૂઆત કરવામાં આવી છે.
આણંદ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર જણાવ્યું હતું કે પીઆઇએમઆઇવાયનું ઇન્સેટીવનું ચુકવણું આજ સુધી કરવામાં આવ્યું નથીઆશા અને આશા ફેસિલીટર બહેનોને દર માસના અંતે તમામ ચુકવણું સમયસર કરવામાં માગ કરાઇ છે.હાલમાં તમામ ચુકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે તેનાથી બેનો ને ગુંચવાડો ઊભો થાય છે તો ઇન્સેટીવન504 તથા 2500નો વધારાનું ચુકવણું મહિના અંતે એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્યવસ્થા કરવી.
દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું 18000 રૂપિયા તથા આશા કે બહેનોને 24000 રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે છે. આશા તથા આશા ફેસીલીટર બહેનોને દરેક મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય તેમને 24 દિવસને બદલે 30 દિવસ કરવામાં આવે સહિતની માગણી સાથે જિલ્લા કલેક્ટર રજૂઆત કરવામાં આવી છે