જન્મના દાખલા માટે 25 દિવસથી ધક્કા ખવડાવવામાં આવતા હોવાનો મહિલાનો આરોપ
એવું તો શું થયું કે નડિયાદ કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો લેવા આવેલી મહિલા ફૂટી ફૂટીને રડી પડી. અહીં મહિલાએ હોબાળો કરતા મહિલા પોલીસે શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. વાત કંઈક એવી છે કે લાંભવેલના એક મહિલાનો આરોપ છે કે તેમણે જન્મના દાખલા માટે 25 દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. વધુમાં મહિલાએ જણાવ્યું કે તે 20 km દૂર લંભવેલથી આવે છે. છતાં અલગ અલગ બહાના બતાવીને મહિલાને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે… આ ઘટના પરથી સમજી શકાય છે કે નડિયાદ કલેક્ટર કચેરીમાં પ્રજાના કામમાં પારદર્શકતાનો પરપોટો ફૂટી ચૂક્યો છે. આ સમગ્ર ઘટના બાબતે રેવન્યુ તલાટીનો લૂલો બચાવ સામે આવ્યો છે જેમાં તેઓ જણાવે છે કે મહિલા જે જામીન માટે આવ્યા હતા તે તે સિટીના હતા જ નહીં અહીં મહિલા તલાટી જવાબદારીમાંથી છટકતા હોવાનું સ્પષ્ટ જણાય છે.