આણંદ વિદ્યાનગરનું નામ આવે એટલે સાથે સેવા, દાન અર્પણ જેવા શબ્દનો અર્થ સાકાર થતો જાણય છે. કારણ કે આણંદની આનંદિત જનતા દરેક વ્યક્તિ માટે વિચારે છે.
તડકો હોય કે ઠંડી, વરસાદ હોય કે ઉત્સવ હર હમેશ ખડે પગે રહેતા ટીઆરબી જવાન માટે આણંદના લોકો સેવા ભાવથી પાણી, જ્યુસ અને સનસ્ક્રીન આપી સહાય કરે છે.
ત્યારે ભાઈકાકા સર્કલ ખાતે ફરજ બજાવતા ટીઆરબી જવાન દર્શનભાઈને તો આપ સૌ ઓળખતા જ હશો. તમે એમને તડકામાં પણ જોયા હશે, ધોધમાર વરસાદમાં અને કડકડતી ઠંડીમાં પણ ફરજ પર ખડે પગે હોય છે. હાલ ગરમીના પારાએ પોતાનો રંગ બતાવવાનું ચાલ્યું કર્યું છે, ત્યારે આવી કાળઝાળ અને અંગ દાઝાડતી ગરમીમાં ટીઆરબી જવાન દર્શનભાઈ હર હંમેશ હસતાં મોઢે કામ કરતાં જોવા મળે છે. તમે ઘરેથી નિકળ્યાં હોય, દુકાન કે ઓફીસથી નિકળ્યાં હોય અથવા તો સ્કૂલ કે કોલેજમાંથી આ દર્શનભાઈની હળવી સ્માઇલ તમને એક સેકન્ડ માટે બધુ ભુલાવી દે છે. તેમની પાસેથી એક શીખ મળે છે કે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય કાયમ હસતાં રહેવું. તેઓએ દરેક પસાર થતાં વ્યક્તિઓના દિલ જીતી લીધા છે. તેથીજ કહેવાય છે કે રાજી રહેજો.
