ઇન્દિરા સ્ટેચ્યૂ પાસે આવેલા રુદ્ર ઇન્ફિનિયમના મીટરમાં અચાનક શૉર્ટસર્કિટના કારણે આગ લાગી
આણંદ શહેરના લાંભવેલ રોડ પર ઇન્દિરા સ્ટેચ્યુ નજીક આવેલા રૂદ્ર ઇન્ફિનિયમ કોમ્પલેક્ષમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. કોમ્પ્લેક્ષના વીજ મીટરોમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઊઠી હતી.
આગની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઈટર પ્રદીપસિંહ સોલંકી અને પ્રદીપકુમાર પરમાર સહિત પાંચ તાલીમી ફાયરમેને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જો કે, કોમ્પ્લેક્ષના વીજ મીટરો બળી જવાથી મોટું નુકસાન થયું છે.