આંકલાવ તાલુકાના સંખ્યાડ ગામે સરકારી જમીનમાં ગેરરીતિનો પર્દાફાશ: તલાટીને સસ્પેન્ડ
આંકલાવ તાલુકામાં ગૌચર અને સરકારી પડતર જમીનોમાં દિન પ્રતિદિન નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સંખ્યાડ ગામે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સંખ્યાડમાં વહીવટીદારને અંધારામાં રાખી તલાટી દ્વારા સંખ્યાડના સર્વે ન.666માં આવેલી 3 ગુઠા જેટલી જમીન ભાડાપટ્ટી તેમજ વનીકરણ માટે ઠરાવ કરવામા આવતા ગામના જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરવામાં આવતાં તલાટીને સસપેન્ડ કરાયો છે ઉલ્લેખનીય છે કે સરકારી પડતર જમીન પાસે જૂનો રસ્તો આવેલો છે છતાં રસ્તો પહોળો કરવાં માટે આ જગ્યા પર મેન્ટલ નાખવામાં આવ્યા છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે
આંકલાવના સંખ્યાડ નદી કિનારા પાસે વડોદરાના બિલ્ડરે રાખેલી જગ્યા તેમજ અન્ય સ્થાનિક ખેડૂતોની અવર જવર માટે સર્વે ન 666માં 3 ગુઠા સરકારી પડતર જમીન રસ્તા તેમજ વનીકરણ માટે દર વર્ષે ભાડા પેટે આપવા તલાટી દ્વારા ઠરાવ કરવામાં આવતા ગ્રામજનો તેમજ ગામના જાગૃત નાગરિક રણજીત સોલંકી દ્વારા જિલ્લા કક્ષાએ રજુઆત કરવામાં આવી છે ત્યારે સમગ્ર બાબતે વિરોધ થતા ઠરાવ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આંકલાવમાં તાલુકામાં દિનપ્રતિદિન ગૌચર અને સરકારી જમીનમાં કૌભાંડ ની ફરિયાદો વધવા પામી છે ત્યારે સ્થાનિક તંત્ર તેમજ પ્રાંત કચેરી ઉપરાંત જિલ્લા કચેરીના અધિકારીઓ સમગ્ર બાબતે તપાસની ગંભીરતા કેમ લેવા માંગતા નથી તે મોટો પ્રશ્ન છે. સંખ્યાડમાં વહીવટીદારને અંધારામાં રાખી તલાટી દ્વારા સંખ્યાડના સર્વે ન.666માં આવેલી 3 ગુઠા જેટલી જમીન ભાડાપટ્ટી તેમજ વનીકરણ માટે ઠરાવ કરવામા આવતા ગામના જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરવામાં આવી છે.જેના પગલે તાત્કાલિક તલાટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આંકલાવ તાલુકામાં સરકારી જમીનો પોતાના મળતિયાઓને પધરાવવા માટે છેલ્લા કેટલાંક સમયથી સરકારી કર્મચારીઓ દ્વારા ખેલ ખેલવામાં આવી રહ્યાં છે. રાજકીય નેતાઓની ભલામણ પત્રના આધારે સરકારી જમીન પધરાવી દેવામાં આવી રહી છે. આંકલાવ તાલુકાનાઆમરોલ સરકારી જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવી દીધો છે. તેના પર રોડ બનાવવાની દિધો છે. જ્યારે કહાનવાડી ગૌચર 237 વિઘા જમીન રાજકોટ ગુરૂકુડના પધારવી દીધી છે. જ્યારે આસરમામાં ઉંડી તપાસ કરવામાં આવે તો અનેક ખોટા દસ્તાવેજ થયા છે.