ચરોતરમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન ખાતાની આગાહી
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દરિયાઇ પટ્ટી પર સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે મધ્ય ગુજરાત સહિત ચરોતરમાં વાદળછાયા વાતાવરણ શનિવાર સાંજથી છવાઇ ગયું છે. રવિવારે સવારે 9 વાગ્યા સુધી વાદળોનો ઘેરો યથાવત રહ્યો હતો. ત્યારબાદ સૂર્ય પ્રકાશવા લાગ્યો હતો. આજે હવામા ભેજનું પ્રમાણ 90 ટકા હતું. જેના કારણે મહત્તમ તાપમાન ઓછું હોવા છતાં આજે બાળી નાખે તેવો તાપ અનુભવાઇ રહ્યો હતો.
2 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. જેનાથી શાકભાજીના પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની શકયતા છે. જો કે બે દિવસ બાદ વાદળ હટતાં જ ગરમી 2 થી 3 ડિગ્રી વધશે. આણંદ કૃષિ યુનિના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ શહેરનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.