માટીના ઢગથી અટવાયો રસ્તો: કરમસદના રહીશો છ માસથી પરેશાન
કરમસદ ગામે આનંદ વિલા મેપલ ફ્લેટસ પાસે છેેલ્લા કેટલાય સમયથી ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરીને માટીના ઢગ રોડ પર જ ખડકી દેવાયા છે. જેથી સ્થાનિક રહિશો સહિત વાહન ચાલકોને છેલ્લા 6 માસથી એક જ બાજુના રોડ પરથી અવરજવર કરવી પડે છે. જેથી અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. જે બાબતે રજુઆત કરવા છતા કોઇ પગલા લેવાતા નથી. જેના કારણે 30 થી વધુ સોસાયટીની રહિશો હેરાન પરેશાન થઇ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ ગામે આનંદ વિલા મેપલ ફ્લેટસ પાસે છેેલ્લા કેટલાય સમયથી ગટર લાઇનનું કામ ચાલે છે. પરંતુ છેલ્લા 2-3 મહિનાથી કામ પૂર્ણ કરેલ નથી અને માટીના ઢગલા એવા ને એવા મૂકી રાખેલ છે. જેના લીધે સૌને આવવા જવામાં તકલીફ પડે છે. જ્યારે ચોમાસાના 2 માસ બાકી છે તે પહેલા કામ પૂર્ણ નહી કરાઇ તો રસ્તો બંધ થઇ જવાની ભીતી વર્તાઇ રહી છે.
વરસાદ પડે તો કાદવ કિચડનું પ્રમાણ વધી જશે. જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વખત આવશે. જે બાબતે સ્થાનિક રહિશો દ્વારા વારંવાર રજુઆત કરવા છતા કોઇ પગલા લેવાતા નથી. મનપા દ્વારા સત્વરે પગલા લેવા જોઇએ કરમસદ ગામે આનંદ વિલા મેપલ ફ્લેટસ પાસે અન્ય વિસ્તારોમા ગટર લાઇનનું ખોદકામ કર્યા બાદ કામગીરી બાકી હોય તો સતવારે પૂર્ણ કરવામા નહી આવે તો ચોમાસામા વૃદ્ધોને બાળકો સહિત લોકોને અવરજવર કરવામા મુશ્કેલી પડશે. જેને ધ્યાને લઇ મનપા કમિશ્નર દ્વારા પગલા લેવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.> રાકેશકુમાર પુરોહિત સ્થાનિક રહિશ