જમીન છે સરકારી, રસ્તો ગેરકાયદે – તંત્ર કરે છે નજરઅંદાજ?
આંકલાવ તાલુકાના આમરોલ નદી કિનારા પાસે આવેલી ગૌચર જમીન જેનો સર્વે નંબર 280,281 અને 297 વાળી ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર કોતર તોડી કોઈ પણ પરવાની વિના પ્રાઇવેટ રસ્તો બનાવતા વિવાદ સર્જાયો હતો જોકે તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા તંત્રની કામગીરીમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે
આમરોલ નદી કિનારે પાસે ખાનગી માલિક દ્વારા ગૌચર જમીનમાંથી કોતર તોડી બિનધિકૃત રીતે માટી ખનન કરી કરોડો રૂપિયાનું નુકશાન કરવામાં આવતા આ અંગે ગામના જાગૃત નાગરિક નટુભાઇ માનસંગ પરમાર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી પરંતુ ગૌચર જનીનમાં આવેલા કોતરમાંથી માટી કાઢી કરોડો રૂપિયાનું નુકસાન કરવા છતાં આજદીન સુધી ન તો કોઈ ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન તો આંકલાવના તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં આવી જાણે ખાનગી માલિકો સાથે તંત્રની મિલીભગતના કારણ તંત્રની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે