ગરમીનું તાંડવ ચરોતરમાં: આણંદ સહિત અનેક વિસ્તારો ઉકળ્યા
આણંદ સહિત સમગ્ર ચરોતરમાં આજે મહત્તમ પારો ૪૧ ડીગ્રીએ પહોંચી જતા અંગ દઝાડતી ગરમી પડતા શહેરીજનો ત્રસ્ત થઈ જવા પામ્યા હતા.બપોરના સુમારે તો રસ્તાઓ અને બજારોમાં કાગળા ઉડતા હોય તેવો માહોલ સર્જાવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલથી એકાએક ગરમીમમાં વધારો થવા પામ્યો છે અને મહત્તમ તાપમાનમાં ૫ ડીગ્રીના વધારા સાથે આજે ૪૧ ડીગ્રીએ પહોંચી જવા પામ્યું હતુ. ગરમીનો પ્રકોપ વધતા જ તેની સીધી અસર માનવ જીવન પર પડી હતી. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી ૩૦મી એપ્રીલ સુધી મહત્તમ પારો ૪૦ થી ૪૫ ડીગ્રીની વચ્ચે જ રહેનાર છે. આ દિવસો દરમ્યાન હીટવેવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર મહત્તમ તાપમાન પણ ૨૧ થી ૨૭ ડીગ્રી અને પવનની ગતિ ૧૬ થી ૨૯ પ્રતિ કલાકની રહેવા પામના છે. આજે સવારના ૧૧ વાગ્યાથી જ સુર્ય દેવતા આકાશમાંથી અગિj વરસાવી રહ્યા હોય તેવો અનુભવ થવા લાગ્યો હતો. બપોરના બે વાગ્યે તો અંગ દઝાડતી ગરમી પડી હતી. જેને લઈને અતિ આવશ્યક હોય તેવા કામ અર્થે ઘર કે ઓફિસની બહાર નીકળેલા ટુ વ્હીલર ચાલકોને ફરજીયાતપણે હાથે-પગે મોજા, મોઢાએ રૂમાલ કે માસ્ક બાંધવાની ફરજ પડી હતી. ગરમીના કોણે વીજ વપરાશ પણ વધી જવા પામ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.