આણંદના ગણેશ રેલવે ફાટક નજીકના ગટરના ખતરા હટ્યા, રોડ સમથળ બનતાં રાહત
આણંદના ગણેશ રેલ્વે ફાટક પાસે છેલ્લા છ મહિનાથી ટુ લેયર ઓવરબ્રીજ બની રહ્યો છે. દરમ્યાન આજુબાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. જો કે ત્યાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની સ્ટ્રોમ વોટર ડ્રેઈનના ઢાંકણા ઉંચા નીચી હોય અહીંયા છાશવારે અકસ્માતો સર્જાતા હતા. તેમજ કેટલાય વાહનોના ટાયરો પણ ગટરના ઢાંકણા સાથે ભટકાવાને કારણે ફાટી જતા હતા. જે અંગે અખબારની ટકોર બાદ મનપા દ્વારા તાકીદે ઢાંકણાની આજુબાજુ કપચી-ડામરનું રોડ બનાવવાનું લેયર પાથરી દઈને તમામ રોડ સમથળ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને વાહનચાલકોમા આનંદની લાગણી પ્રસરી જવા પામી
હતી. જો કે બંને બાજુ નીચાણવાળા ગટરના ઢાંકણા જૈસે થે જ છે. જેને પણ સમથળ કરી દેવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.