ભાઈકાકા સ્ટેચ્યુ નજીક દુકાનમાંથી 5.5 ફૂટનો સાપ ઝડપાયો
વલ્લભવિદ્યાનગર ભાઈકાકા સ્ટેચ્યુ નજીક આવેલા એક દુકાનના ગોડાઉનમાં ઘૂસી ગયેલા 5.5 ફૂટ લાંબા ધામણ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દુકાનમાં કામ કરતા માણસે સાપને જોતાં નેચર હેલ્પ ફાઉન્ડેશન જાણ કરાઇ હતી. નેચરલ ફાઉન્ડેશનના ધર્મેન્દ્ર પરમારે સાપનું રેસ્ક્યુ કર્યુ હતું.આ સાપ 5.5 ફૂટનો ધામણ હોવાનું જાણવા મળ્યું હતું.
નેચર હેલ્પ ફાઉન્ડેશના ધર્મેન્દ્ર પરમાર જણાવ્યું હતું કે, આ સાપ ધામણ છે જે બીનઝેરી છે. તેને અંગ્રેજીમાં રેટ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે. તેની લંબાઈ આશરે 5.5 ફૂટ જેટલી છે. ધર્મેન્દ્ર પરમારે વધુમાં કહ્યું હતું કે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ગરમી ના કારણે અવાર નવાર આપના ઘરમાં સોસાયટી કે અન્ય જગ્યાએ સાપ જોવા મળે તો જાણકારી વિના જાતે પકડવાની કોશિશ કરશો નહીં. આ સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને નેચર હેલ્પ ફાઉન્ડેશનો સંપર્ક કરવો જોઈએ. ગુજરાતમાં જોવા મળતાં મુખ્ય ચાર ઝેરી સાપ કોબ્રા(નાગ),ક્રેટ(કા ળતરો),રસલ વાઈપર(ખડ ચિત્રરો), સોસ્કેલ વાઇપર(ફુરસો) છે.અને મિત્રો ક્યારે પણ સાપ કરડે તો કોઈ અંશ્રદ્ધામા ના રહેવું જોઈએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી સમયસર સારવાર લેશો તો જાનહાનિ થવાની શક્યતા નહિવત રહે છે