સામરખા ચોકડી નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કહેર, બાઈકચાલકને ગંભીર ઈજા
આણંદ નજીક આવેલી સામરખા ચોકડીએ આજે સાંજુના સુમારે ડ્રીન્ક એન્ડ ડ્રાઈવની એક ઘટન બનવા પામી હતી. કારના ચાલકે શોર્ટ બ્રેક મારતા પાછળ આવતુ બાઈક ઘઉસી જતાં ચાલકને ગંભીર ઈજાઓ થવા પામતાં તેને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પીટલમા લઈ જવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર કાર નંબર જીજે-૨૩, સીઈ-૬૭૦૧ની સામરખા ચોકડી પાસે પસાર થતી હતી ત્યારે ચાલકે એકદમ શોર્ટ બ્રેક મારતા પાછળ આવતુ બાઈક નંબર જીજે-૦૭, બીજે-૫૩૬૨નું કારની પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલકને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત બાદ કારનો ચાલક અને તેની સાથે બેઠેલો શખ્સ કારમાંથી ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
અકસ્માતને પગલે-પગલે આસપાસના લોકો તેમજ વાહનચાલકો એકત્ર થઈ જવા પામ્યા હતા. કારમાં તપાસ કરતા એક બિયરની બોટલ મળી આવી હતી. જો કે આલ્કોહોલવાળી હતી કે નોન આલ્કોહોલ તેને લઈને પોલીસે તપાસ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકને સારવાર માટે આણંદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારનો ચાલક તેની સાથે બેઠેલા બન્ને નશાની હાલતમાં હતા. જેવો અકસ્માત થયો બન્ને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ આવી પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત બન્ને વાહનોને સ્થળ પરથી હટાવી દઈને ટ્રાફિક ક્લિયર કર્યો હતો.