જયશંકર ચારૂસેટમાં: ‘ચેન્જિંગ વર્લ્ડ’ થીમ પર વાતચીત અને પ્રશ્નોત્તરી
ભારત સરકારના વિદેશ મંત્રી ડો. એસ.જયશંકરે ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસની મુલાકાત લઈ ચારૂસેટ યુનિવર્સિટીમાં આયોજિત “ચેન્જિંગ વર્લ્ડ: ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ” થીમ પર પ્રવચન આપી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નના જવાબ આપ્યા હતા. આ પ્રસંગે શરૂમાં તેમણે રાષ્ટ્રને મહાન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સંસ્થાઓ દેશભરમાં સ્થાપવામાં આવી છે. આવી સંસ્થાઓના સહયોગથી જ ભારત મહાન રાષ્ટ્ર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નસીબદાર છે કે તેમને આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળી છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની તેમના વિઝનરી લીડરશીપને યાદ કરીને ભાવાજંલી અર્પણ કરી હતી. બીજી તરફ વિદ્યાર્થી સાશ્વત મહેન્દ્રુએ તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બહાર ચાલ્યા જાય છે, જોકે, ઘણી બધી કંપની આપણા દેશમાં આવી રહી છે અને રોકાણ કરી રહી છે. તો શું આનાથી બંને દેશ વચ્ચે સંબંધ મજબૂત થાય છે ? તેમજ વિદ્યાર્થીઓ વિદેશ જાય છે તો એનાથી શું ફરક પડી રહ્યો છે.
આ સવાલોના જયશંકરે ખૂબ સરસ જવાબ આપતા કહ્યું હતું કે, જે લોકો વિદેશમાં જાય છે તેઓ સારી જવાબદારી નિભાવતા હોય છે અને પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરે છે. વિદ્યાર્થી ઋષભ જોષીએ જણાવ્યું કે, અબાઉટ સસ્ટેનેબિલિટી ડેવલોપમેન્ટ ગોલ્સ કે નાગરીકોની ફરજ શું છે ? જેમાં તેમણે સરસ જવાબ આપ્યો કે, આપણે યોગ, કેમ્પેઈન, અવેરનેસ કાર્યક્રમો થકી ગોલ સુધી પહોંચી શકીએ છીએ.
આ લક્ષ્ય માત્ર સસ્ટેનેબિલિટી ડેવલોપમેન્ટ સુધી નહીં પરંતુ વિકસિત ભારત 2047 સુધીનું છે. 2047 સુધી આપણે વિકસિત ભારત થઈ જ જઈશું. વિદ્યાર્થિની સાક્ષી શાહે ટેક્નોલોજી અને એન્ટરપ્રિન્યોરશીપ ઉપર સવાલ પૂછ્યો હતો. જેનો જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે, આવનારા 10 વર્ષમાં આપણો દેશ ઈન્ડિયા, ટેક્નોલોજિ અને એન્ટરપ્રિન્યોરશીપમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરશે.