કાસોરમાં ગંદકીથી બીમારી ફાટી નીકળવાનો ભય: તંત્ર જાગશે કે નહીં?
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને સાફસફાઇ માટે કલેક્ટરે આદેશ કર્યા છે. ત્યારે કાસોર ગ્રામ પંચાયત પાસે ગંદા પાણીની રેલમછેલ થઇ જતાં ગંદકીનું સામ્રાજય ફેલાય જાય છે. જેના પગલે ગ્રામજનો સહિત વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે.
જો કે હજુ સુધી ફરિયાદ આવી નથી. છતાં પણ આરોગ્ય વિભાગની ટીમો મોકલીને ગ્રામ પંચાયતને નોટીસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કાસોર ગ્રામ પંચાયત પાસે ઘણા સમયથી ગંદકીનું સામ્રાજય ફેલાય જાય છે. ત્યારે ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના પગલે કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. કારણ કે સ્માશાન ભૂમિ પાસે ઘણા સમયથી કચરાના ઢગ ખડકી દેવામાં આવ્યાં હોવાથી ગ્રામ પંચાયત દ્વારા સાફસફાઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
બીજી તરફ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ કલેક્ટરના આદેશની ઐસી તે સી કરતાં હોય તેમ ઘણાં સમયથી ગ્રામ પંચાયત પાસે કાદવ કિંચડ અને સફાઇ , ડિડિટી પાવડર, પીવાના પાણી કોલોરીનેશન સહિત કામગીરી હાથ ધરવામાં આવતી નથી. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પેટા આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા સ્થળ તપાસ કરીને નોટીસ ફટકારવામાં આવશે. ત્યારબાદ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.