આણંદના મિલકતધારકો સાવધાન! વેરો ન ભર્યે તો જપ્તી ચોક્કસ
આણંદ શહેરમાં હાલમાં 1.10 લાખ વધુ મિલકતો આવેલી છે.જેમાં આણંદ ,વિદ્યાનગર અને કરમસદમાં કેટલાંક મિલકત ધારકો છેલ્લા કેટલાય વર્ષોથી વેરા ભરતા નથી. તેવા તેમજ કોઇ કારણસર વેરો ન ભરી શક્યા હોય તેવા 800થી વધુ ગ્રાહકોને નોટીસ ફટકારી હતી. જેના પગલે મનપા કમિશ્નરના આદેશથી ટેક્ષ વિભાગ દ્વારા હજુ પણ ચાર પાંચ દિવસનો સમય આપશે. હાલ તો 50 હજારથી વધુ વેરો બાકી પડતા હોય તેવા 100થી વધુ મિલકત ધારકો સામે ટુંક સમયમાં કાર્યવાહી કરાશે.
આણંદ મનપાના ટેક્ષ વિભાગ દ્વારા વેરા વસુલાત બાબતે લાલ આંખ કરાશે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવેલા 15થી વધુ સરકારી કચેરીનો લાખો રૂપિયા ટેક્ષ બાકી પડે છે. જે બાબતેતંત્ર દ્વારા તાત્કાલિક ટેક્ષ ભરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત 50 હજારથી વધુ ટેક્ષ બાકી પડે તેવા 100થી વધુ મિલકત ધારકો સામે કાર્યવાહી કરાશે. હજુ પાંચ દિવસનો સમય આપશે. તેમ છતાં ટેક્ષ નહીં ભરે તો મિલકતો સિલ કરાશે.