આણંદમાં મહી કેનાલ માટે ૬૧ કરોડની મરામત અને સફાઈ યોજના
આણંદ જિલ્લામાં કરોળિય ની જાળ જેમ પથરાયેલ મહી કેનાલથી ખેતીપાકમાં સિંચાઈ કરવી સરળ બની છે નહેરનું પાણી જે જે વિસ્તારમાં ફરે છે ે તે વિસ્તારના ખેડૂતો ત્રણ સીઝન ખેતી પાક લઈને બે પાંદડે થયા છે .
મહી કેનાલથી ચોમાસાની ઋતુમાં કોઈ આફત ન સર્જાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ કેનાલોનું મરામત કામ ,સફાઈ કામ માટે રાજ્યમાં દરખાસ્ત મોકલી આપવામાં આવે છે દરખાસ્ત મંજુર થયે ચોમાસ પૂર્વે કામ પૂર્ણ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે પણ નહેરોની મરામત સહિત બ્રીજની કામગીરી માટે કુલ ૫૮ કરોડ આણંદ મહી સિંચાઇ વિભાગ દ્વારા અને ખંભાત મહી સિંચાઇ વિભાગ હસ્તકની નહેરોની સાફસફાઇ મળી કુલ ૨૮૧ કિમી કેનાલ માટે ૩.૨૭ કરોડ મંજૂર કરાયા છે.જેમાં ૫૦ કમી નહેરના આધુનિકરણ માટે ૩૦ કરોડ તેમજ ૧૮ નાના મોટા ગરનાળા પર બ્રિજ બનાવવા માટે ૨૮ કરોડ ફાળવવામાં આવ્યાં છેે. ઉપરાંત ખંભાત સિંચાઇ વિભાગ હેઠળ આવતાં પેટલાદ, ખંભાત,તારાપુર અને સોજિત્રા તાલુકામાં પસાર થતી કેનાલોમાં મરામત,સાફસફાઇ સહિત કામગીરી તેમજ ગરનાળાની અંદાજ ૩૦ કિમી ઉપરાંતની કામગીરી કરવામાં આવશે.
૧.૭૦ કિ.મી. કાંસની સફાઇ માટે ૧.૭૭ કરોડની ફાળવણી
આણંદ સિંચાઇ વિભાગ હેઠળના અંદાજે જુદા જુદા મળીને લગભગ ૨૫૦ કિમી લંબાઈના કાંસ છે. આ કાંસ મારફતે વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે દર વર્ષે સફાઈ કરવામાં આવે છે ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના કાંસની સફાઈ કરવામાં આવે છે આણંદ વિભાગ હસ્તકના અંદાજે ૧.૭૦ કિમીનો કાંસની સફાઇ માટે રૃ ૧.૭૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.