આણંદ મનપા વિસ્તારમાં રાત્રિ વેપાર માટે દુકાનદારોની રજૂઆત
આણંદ મનપા વિસ્તારમાં આવેલી ખાણીપીણીની ૭૦૦ જેટલી લારી-દુકાનોને રાત્રે ચાલુ રાખવા માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા રાત્રે ૧૧ વાગ્યા બાદ ખાણીપીણીની લારી-દુકાનો બંધ કરી દેવામાં આવતી હોવાથી દુકાનદારોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. રાજય સરકાર દ્વારા કાયદામાં સુધારો કરીને રાજયમાં ર૪ કલાક દુકાનો, રેસ્ટોરન્ટ, મોલ, ખાણીપીણી બજાર ખુલ્લા રાખવાની કરેલ કાયદાનું અમલીકરણ થાય તે માટે ખાણીપીણીની લારી-દુકાન, મોલ ર૪ કલાક ખુલ્લી રહે તે માટે પૂર્વ કાઉન્સિલર મહેશ વસાવા સહિત કાઉન્સિલરોએ આવેદનપત્ર આપ્યું હતું.