તારાપુરના ગોરાડ ગામે જમાઈએ વડસાસુની હત્યા કરી
તારાપુર તાલુકાના ગોરાડ ગામના બેલદાર ફળિયામાં ગઈકાલે સાંજના સુમારે જમાઈ જ જમરો નીકળતા પત્નીને પિયરમાં રહેવા દેવાની બાબતે વડસાસુ સાથે ઝઘડો કરીને તી-ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા કરી ફરાર થઈ જતાં તારાપુર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસે હત્યાના ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા જમાઈને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમોને રવાના કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી જોરૂભાઈ મફતભાઈ બેલદાર તારાપુર તાલુકાના ગોરાડ ગામના વતની છે અને ભાવનગર ખાતે આવેલી નીરમા કંપનીમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે.તેમના પિતાનું ૩૫ વર્ષપહેલા અવસાન થયું હતુ. તેનો નાનો ભાઈ વિરલભાઈ પરિવાર સાથે ફળિયામાં જ અલગથી રહે છે. પત્ની રાજુબેનને ૨૦ વર્ષ પહેલા છુટાછેડા આપી દીધા છે. તેમની એકની એક પુત્રી નીકિતાના લગj સાતેક વર્ષ પહેલા ધોળકા તાલુકાના ત્રાંસદ ગામે રહેતા મુમણભાઈ જીવણભાઈ ઉર્ફે બાઘાભાઈ બેલદાર સાથે કરવામાં આવ્યા હતા. સુખી લગjજીવનના ફળસ્વરૂપે એક પુત્રી પ્રીયાન્સી પણ છે.
જો કે લગjની શરૂઆતથી જ પતિ મુમણભાઈ પત્ની નિકીતાબેન સાથે ઝઘડાઓ કરતો હતો. જેથી તેણી પીયર આવતી રહેતી હતી. જો કે ત્યારબાદ પતિ દ્વારા તેણીને ગોરાડ આવવા દેતા નહોતા. નિકિતા પાસે મોબાઈલ ફોન ના હોય અવાર-નવાર જમાઈ મુમણભાઈના ફોન ઉપર વાતચીત કરતા હતા. ગઈકાલે તેમની માતા પામુબેન (ઉ. વ. ૬૦)ની તબિયત સારી ના હોય, જમાઈએ ફોન કરીને પત્ની તેમજ પુત્રી સાથે ગોરાડ ગામે જતા હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ બપોરના ૩.૩૦ કલાકે માતા પામુબેને પુત્ર જોરૂભાઈને ફોન કરીને જણાવ્યું હતુ કે, દિકરી અને જમાઈ ઘરે આવ્યા છે, જમાઈને વાત કરીને દિકરી નિકિતાને બે દિવસ આપણા ઘરે રાખીશુ તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ સાંજના પોણા છ વાગ્યાના સુમારે માતા પામુબેને ફરી ફોન કરીને જણાવ્યું હતુ કે, જમાઈ નિકિતાને અહીં રાખવાની ના પાડે છે.જેથી જોરૂભાઈએ જમાઈ સાથે વાત કરીને આજની રાત રોકાઈ જાવ, બે-એક દિવસ પછી નિકીતાને લઈને જતા રહેજો તેમ જણાવ્યું હતુ. જો કે ત્યારબાદ જમાઈએ વડસાસુ સાથે રકઝક ચાલુ કરી દીધી હતી. ફોન ચાલુ હતો એ દરમ્યાન પામુબેને હું કોઈપણ ભોગે નિકિતાને ત્રાસંદ જવા દેવાની નથી તેમ કહેતા જ જમાઈ દ્વારા બુમો પાડીને નિકિતાને ગોરાડ રાખશો તો જોયા જેવી થશે અને એકાદ માણસ ઓછું થશે તો પણ હું નિકિતાને ત્રાસંદ લઈ જવાનો છુ. ત્યારબાદ મુમણભાઈએ પામુબેન પાસેથી ફોન લઈને બંધ કરી દીધો હતો. બન્ને વચ્ચે ઝઘડો ઉગ્ર થતાં જ મુમણભાઈએ તી-ણ હથિયાર લઈ આવીને પામુબેનને મારતા તેણીએ ડાબો હાથ આગળ ધરતા આંગળી કપાઈને છુટી પડી ગઈ હતી. બીજો ઘા હથેળીમાં મારી દીધો હતો. ત્યારબાદ બે ઘા માથામાં કપાળના ભાગે તેમજ બોચીના ભાગે મારી દેતાં તેણી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી.વડ સાસુની હત્યા કર્યા બાદ જમાઈ પત્ની અને પુત્રીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ તરફ જોરૂભાઈએ જમાઈ અને માતાનો ફોન બંધ આવતો હોય, ઘરે શું થયું તે જાણવા માટે લીંબાસી ખાતે રહેતા ભાણા જયપાલને ફોન કરીને તપાસ કરવાનું જણાવ્યું હતુ.જયપાલે ફળિયામાં રહેતા મિત્ર નિકુલભાઈ બાબુભાઈ બેલદારને ફોન કરીને બાના ઘરે મોકલતા જ પામુબેન લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડ્યા હતા.જેથી જોરૂભાઈ ભાવનગરથી નીકળીને ગોરાડ આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા જ પોલીસ આવી પહોંચી હતી અને મૃતક પામુબેનની લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી અને જોરૂભાઈની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
ગળા અને કપાળમાં વાગેલો ઘા જીવલેણ નીકળ્યો
તારાપુરના પીઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર જમાઈ મુમણભાઈએ વડસાસુને કપાળના ભાગે જમણી બાજુ તથા બોચીના ભાગે ડાબી બાજુ જીવલેણ ઘા માર્યા હતા. જેના કારણે ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતુ. સ્થળ પર લોહીના ખાબોચીયા ભરાઈ જવા પામ્યા હતા. પામુબેને બચવા માટે ડાબો હાથ આગળ કરતા તી-ણ હથિયારનો ઘા વાગતા ડાબા હાથની વચલી આંગળી કપાઈને છુટી પડી ગઈ હતી. જમણા હાથની હથેળીમાં પણ ઘાનું નિશાન મળી આવ્યું હતુ. બન્ને વચ્ચે થયેલી ઝપાઝપીમાં તેણીના વાળ પણ તુટીને લોહીના ખાબોચીયામાં પડેલા મળી આવ્યા હતા. પોલીસે તમામ વસ્તુઓ કબ્જે કરીને એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી હતી.