સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દ્વારિકાધીશ અંગે માયાભાઈ આહીરની પ્રતિક્રિયા, દ્વારિકાધીશથી મોટું કોઈ નથી
સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દ્વારિકાધીશ અંગે કરવામાં આવેલા લખાણને લઈને માયાભાઈ આહીર દ્વારા આપવામાં પ્રતિક્રિયા આપવામાં આવી. લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ જલારામ બાપા, ભગવાન દ્વારકાધીશ કે ભગવાન શંકર અને માતા પાર્વતી તેમજ માતા ગંગાજીને લઈને જે નિવેદનો આપી રહ્યા છે તે બફાટ નથી પરંતુ જાણી જોઈને કરવામાં આવેલ કૃત્ય છે. સ્વામીનારાયણના સ્વામીઓ સનાતન ધર્મ પર જે બોલી રહ્યા છે તે પુસ્તકમાં છાપેલું બોલી રહ્યા છે. તેમના પુસ્તકોમાં જ સનાતન ધર્મને લઈને લોકોને ભ્રમિત કરતી અને સનાતન શ્રદ્ધાળુઓના ભગવાનનું અપમાન કરનારી બાબતોનો ઉલ્લેખ કરાયો છે.
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દ્વારિકાધીશથી મોટું કોઈ નથી મહાદેવ મહાદેવથી મોટું કોઈ નથી. કૃષ્ણમ વંદે જગત ગુરુ અમથું નથી કહેવાયું. સ્વામિનારાય સંપ્રદાયને અપીલ કરી કે સનાતન ધર્મને નિશાન બનાવ્યા વગર તમારી ગાડી હંકારો. સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા સમયથી સનાતન ધર્મને નિશાન બનાવી રહ્યો છે. સ્વામીઓ જાણી જોઈને દ્વારકાધીશથી મોટું થવાનો પ્રયત્ન કરે છે. આ ભગવાન છે આ જગદગુરુ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ જે બોલે છે તે બફાટ નથી, નથી કોઈ ભૂલ પરંતુ જાણી જોઈને કરવામાં આવેલ કૃત્ય છે. સ્વામીઓ બોલે છે તે છાપેલુ બોલે છે.તેમના પુસ્તકોમાં જાણી જોઈને સનાતન ધર્મને લઈને આવું છાપવામાં આવ્યું છે. સ્વામિનારાણના સંપ્રદાયના પુસ્તકોમાં સનાતન ધર્મ વિશે લખવામાં આવેલ લખાણને લઈને પણ બદલાવ કરવાની અપીલ કરી છે.
તેમણે સ્વામીનારાયણ સંપ્રદાય અને તેમના સ્વામીઓને વિનંતી કરી કે આવા કૃત્ય થી દૂર રહો. ભગવાન દ્વારકાધીશની ધજા, ભગવાન મહાદેવના આર્શીવાદ લઈ સનાતની નિશ્રામા રહીને કામ કરો.પોતાને ઉંચા દેખાડવા અન્યોને નીચા દેખાડવાની જરૂર નથી. તમારું કામ શ્રેષ્ઠ હશે તો જરૂર લોકો તેની નોંધ લેશે જ. આજે સમગ્ર સનાતન ધર્મ તેમની આવી અવળચંડાઈ સાખી ના લેતા સાથે આવ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાય ભવિષ્યમાં આવા કામ ના કરે માટે તેમના રોકવા સનાતની શ્રદ્ધાળુઓ આગળ આવી રહ્યા છે. માયાભાઈ આહીરે સ્વામીઓને અપીલ કરી કે સનાતનને તોડો નહીં, સનાતનની સાથે રહો, સ્વામિનારાયણના સ્વામીઓ અને તેમના પુસ્તકોમાં સનાતન ધર્મને લઈને જે ટીપ્પણીઓ કરવામાં આવે છે તે યોગ્ય નથી, ભારત વર્ષ અખંડ છે, દ્વારકાધીશથી મોટું કોઈ નથી, મહાદેવ મહાદેવ રહેશે તેમને કોઈ ડગાવી શકે નહીં.