અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ દેશમુખ(દાદા) દ્વારા ચોટીલા ખાતે અંગદાન જાગૃતિ માટે પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. 30 માર્ચે ધાર્મિક શ્રદ્ધા સાથે પરંપરાગત ચૈત્ર સુદ એકમે પરિક્રમા શરૂ થાય છે પરંતુ ધાર્મિક કાર્યક્રમ થકી અંગદાન જાગૃતિ અર્થે પરિક્રમામાં થકી પ્રયત્ન કરાશે. અને સમગ્ર ગુજરાતમાંથી હજારો લોકો અહી આવતા હોય છે ત્યારે આ વર્ષે વધુ ગુજરાતીઓ આમાં જોડાય તેવી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે આશા વ્યક્ત કરી હતી.
પ્રમુખે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર પરિક્રમામાં ભાગ લે છે. આવી સંધિએ વધુને વધુ લોકો અંગદાન માટે પ્રેરાય, તે માટે જાગૃતિ અભિયાન રેલી અને અન્ય કાર્યકર્મો યોજાશે. આ પ્રયત્નથી ગુજરાતમાં અંગદાન અંગે વધુ લોકો જાગૃત થાય તેવી તેમની આશા છે.