પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે એક કાર ફુલ સ્પીડમાં AMTS બસ સ્ટેન્ડ પાસે આવી. તે સમયે બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. અચાનક કાર નિયંત્રણ ગુમાવી બસ પાછળ ધડાકાભેર અથડાઈ. પ્રભાવી ટક્કરથી બસ 10 ફૂટ આગળ સરકી ગઈ.
અકસ્માત પછી બસમાં મુસાફરો ચીસો પાડી રસ્તા પર દોડી આવ્યા. કારમાં બે લોકો સવાર હતા, જેમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કાર ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે બસમાં ચડતા કેટલાક પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા પહોંચી, જેમાં એક બાળકી પણ સામેલ છે.આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને કટરનો સહારો લેવાયો. પોલીસએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. કાર કોની હતી અને અકસ્માતગ્રસ્ત લોકો ક્યાંથી આવ્યા હતા, એ અંગે તપાસ ચાલી રહી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.