20 વર્ષ પછી આ યુવતી ખોરાક ચાવી શકશે: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરી સફળ
22 વર્ષની પ્રિયંકા નામની યુવતી વર્ષોથી નક્કર ખોરાક આરોગી શકતી ન હતી. બાળપણમાં થયેલી જડબાની ગંભીર ઈજાને કારણે ચહેરા પર સ્મિત પણ ન આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. તબીબી ભાષામાં ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ (TMJ) એન્કલોસિસ કહેવામાં આવે છે, જેનાથી બોલવામાં, ચાવવા અને હસવામાં અડચણો થતી હતી.
સિવિલમાં સફળ સર્જરી
આ જટીલ સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ વિભાગ દ્વારા પ્રિયંકાની સફળ સર્જરી કરવામાં આવી. આ સર્જરી સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી હોવાને કારણે ઘણા દર્દીઓ માટે અસમભવ બની રહે છે. સરકારી હોસ્પિટલોમાં પણ આ પ્રકારની સર્જરી દુર્લભ હોય છે, પરંતુ અમદાવાદ સિવિલમાં નિષ્ણાત તબીબોની ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી.
આસામથી અમદાવાદ સુધીની સફર
પ્રિયંકા આસામથી આવી હતી, કારણ કે ત્યાંની સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારની સર્જરી ઉપલબ્ધ નહોતી. ડૉ. સોનલ આંચલિયા અને ડૉ. રૂપલ શાહની નિષ્ણાત ટીમે તબક્કાવાર સર્જરી કરીને પ્રિયંકાનું મોઢું ખોલવામાં સફળતા મેળવી. વર્ષોથી લિક્વિડ ખોરાક પર રહેલી યુવતી હવે સામાન્ય જીવન જીવી શકશે.
સિવિલમાં 10 વર્ષમાં 200થી વધુ સફળ સર્જરી
અમદાવાદની ડેન્ટલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષમાં 200થી વધુ TMJ એન્કલોસિસ સર્જરી કરવામાં આવી છે. અહીં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર માટે આવે છે.
પ્રિયંકા માટે નવજીવનનું દ્વાર ખૂલ્યું!
આ સફળ સર્જરી પછી હવે પ્રિયંકા હસવા, બોલવા અને ખોરાક ચાવવાની ક્ષમતા મેળવશે, જે માટે વર્ષોથી રાહ જોઈ રહી હતી
