ખેડા જિલ્લામાં તાપમાનનો પારો એકાએક વધ્યો: બપોર પછી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું
ખેડા જિલ્લામાં તાપમાનનો પારો એકાએક વધ્યો છે. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની અસર ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પણ જોવા મળી રહી છે. આકરા તાપમાનની અસર લોકોની દૈનિક પ્રવૃત્તિઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેઓ પાણીનું સેવન વધુ કરી રહ્યા છે.
નડિયાદના કપડવંજ રોડ પર ચહલપહલ ઘટી ગઈ છે. આ માર્ગ પર જિલ્લા કોર્ટ, સિંચાઇ શાખા અને એસટી ડિવિઝનનું મુખ્ય કાર્યાલય જેવી મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે. લોકો સવારે જરૂરી કામ પૂર્ણ કરી બપોર પછી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગરમીની અસર ખેતી ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. સરકાર પણ લોકોને ગરમીથી બચવા માટેની સલાહ આપી રહી છે અને ગરમીથી પીડિત લોકોને મદદ કરી રહી છે.