આપણે સરકારી કાગળો માટે સરકારી કચેરીમાં જઈએ છીએ, પરંતુ કેટલીક સેવાઓ પોસ્ટ ઓફિસમાં પણ ઉપલબ્ધ છે! જાણો કયા કામો
આપણે મોટાભાગના સરકારી કાગળો મેળવવા માટે સરકારી કચેરીમાં જઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક કાગળનું કામ ફક્ત પોસ્ટ ઓફિસમાં જ થઈ શકે છે?…
આજે આપણે જાણીએ કે તમે પોસ્ટ ઓફિસમાંથી કેટલાં સરકારી કામ કરાવી શકો છો અને તે પણ સરકારી ઓફિસની જેમ લાઇનમાં ઊભા રહ્યા વિના. પોસ્ટ ઓફિસમાં લગભગ 40-50 સરકારી સર્વિસની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે. બચત ખાતાઓથી લઈને પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, પેન્શનથી લઈને મનીઓર્ડર સુધી, ભારત પોસ્ટના ઓનલાઈન પ્લેટફોર્મ પર આ બધું આંગળીના ટેરવે થઈ જાય છે.
અમદાવાદમાં, જયેશભાઈએ લગ્ન પછી તેમનાં પત્નીનું નામ આધારકાર્ડમાં બદલવાનું હતું. તેમના પાડોશીએ તેમને કહ્યું કે સરકારી કચેરીમાં જવાને બદલે, બાજુની પોસ્ટ ઓફિસમાં જાઓ. જયેશભાઈએ લગ્નનું પ્રમાણપત્ર આપ્યું, અંગૂઠાની બાયોમેટ્રિક છાપ આપી અને કામ 20 મિનિટમાં થઈ ગયું. મારે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડ્યા.
આટલું જ નહીં, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ અરજીઓ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ, કેટલીક બેંક સેવાઓ અને દાદા-દાદીનાં પેન્શન માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સેવાઓ પણ પૂરી પાડશે. Indiapost.gov.in પર ઓનલાઈન સેવાઓ પણ ઉપલબ્ધ થશે, પરંતુ જો તમે પોસ્ટ ઓફિસમાં જઈને ફેરફાર કરાવવા માંગતા હો, તો તમે ત્યાં પણ કરાવી શકો છો. આ સિવાય પોસ્ટ ઓફિસમાંથી આ કામ પણ થશે.
મનીઓર્ડર સેવા રાષ્ટ્રીય પેન્શન યોજનાના ફોર્મ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ કિસાન વિકાસ પત્ર પીપીએફ સુકન્યા સમૃદ્ધિ ખાતું સ્ટેમ્પ કલેક્શન
તો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ચંપલ ઘસવાનું બંધ કરો અને પોસ્ટ ઓફિસથી ઓનલાઈન-ઓફલાઈન કામો કરાવો.