સોમવારે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જે બાદ આજે શેરબજારમાં થોડી રોનક પરત ફરી છે. માર્કેટ ખુલ્યાની થોડીવાર બાદ જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી.
ભારતીય શેરબજારમાં મંગળવારે એટલે કે 1 ઓક્ટોબરના રોજ મિક્સ શરૂઆત થઈ હતી, પરંતુ આ પછી બજારમાં તેજી જોવા મળી હતી. માર્કેટ ઓપન થયા બાદ સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 84,600 ઉપર હતો. સાથે જ નિફ્ટી પણ 80 પોઈન્ટના વધારા સાથે 25,900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
જો કે શેરબજારની શરૂઆત આજે નબળી થઈ હતી અને BSE સેન્સેક્સ 42 પોઈન્ટના ઘટાડા સાથે 84257 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 22 અંકોના ઘટાડા સાથે 25788 ના સ્તર પર ખૂલ્યો હતો, જે બાદ થોડી જ મિનિટોમાં બજારમાં તેજી જોવા મળી હતી.
આ સાથે જ બેન્ક નિફ્ટીમાં લગભગ 230 પોઈન્ટનો વધારો થયો હતો અને તે 53,200ની ઉપર હતો. મિડકેપ ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પર આઈટી અને પાવર શેરો વધી રહ્યા હતા.