ગુજરાતમાં ધોમધકતા તાપ વચ્ચે આંધી વંટોળ અને માવઠું આવશે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી, કહ્યું આગામી સમયમાં રાજ્યમાં વધશે ગરમીનો પારો, મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સુધી જશે તાપમાન, વડોદરા, મહેસાણા, આણંદમાં પડશે આકરી ગરમી, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં પડશે આકરી ગરમી પડશે, એપ્રિલની શરૂઆતથી આંધી વંટોળ જોવા મળશે, માર્ચના અંતથી લઈને એપ્રિલની શરૂઆત સુધી આવશે વાતાવરણમાં પલટો, , રાજ્યમાં ક્યાંક આંધી તો ક્યાંક પડશે છાંટા, 10 મેથી 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બનશે, બંગાળના ઉપસાગરમાં ખતરનાક સાયક્લોન બનશે, અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આ મહિનાના (માર્ચના) છેલ્લા ત્રણ દિવસ એટલે કે આજથી 31 તારીખ સુધી ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. તેમણે કહ્યું કે 29 માર્ચ, 30 માર્ચ અને 31 માર્ચ ના રોજ તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે, રાજ્યના અમુક વિસ્તારોમાં 42 ડિગ્રી કે તેથી પણ વધુ તાપમાન નોંધાઇ શકે છે. સાબરકાંઠાના હિંમતનગર, ઇડરમાં ઉપરાંત મહેસાણામાં, પાટણમાં અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ , સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટમાં ગરમી કહેર વર્તાવી શકે છે. હવામાન નિષ્ણાતના મતે સમગ્ર માર્ચ મહિનાના અત્યાર સુધીના દિવસોમાં ન પડી હોય તેવી ગરમી છેલ્લા ત્રણ દિવસમાં પડશે. આ ત્રણ દિવસ પછી થોડીક રાહત મળશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે