વિદેશી દારૂ સાથે ઝડપાયો બુટલેગર : LCBની ટિમે ચલાલી ગામમાં મારી રેડ
નડિયાદ જિલ્લામાં દારૂની બદીને નાથવા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચલાલી ગામમાં દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચલાલી ગામમાં પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ નવાનગર પ્રાથમિક શાળા સામે કુવા નજીક વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે ચલાલી વગડો વિસ્તારના બુટલેગર અજય તળપદાને રંગેહાથ ઝડપી લીધો હતો. તેની પાસેથી વિદેશી દારૂની નાની-મોટી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂપિયા 5,08,800 છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 5,09,300 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.