Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

નડિયાદમાં 1 કરોડથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો: આણંદની ટોળકી ઝડપાઈ

નડિયાદમાં 1 કરોડથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો: આણંદની ટોળકી ઝડપાઈ

નડિયાદ કપડવંજ રોડ એસટી વર્કશોપ સામે આવેલ પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા ચકચારી સીરપકાંડના આરોપી યોગી સિંધીના મકાનમાંથી ગત તારીખ ૧૪ એપ્રિલના રાત્રિના સમયે થયેલ ૬૦ તોલા ઉપરાંત સોનાના દાગીના અને અડધો કિલો ચાંદીના દાગીના તેમજ રોકડા રૃપિયા ૮૦ લાખ મળી કુલ રૃપિયા ૧.૦૨ કરોડ ઉપરાંતની મતાની થયેલ ઘરફોડ ચોરીના ગુના માં સંડોવાયેલા આંતરરાજ્ય રીઢા ઘરફોડિયા નવઘણ પૂજા તળપદા તેમજ તેના ત્રણ સાગરીતોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

મળતી માહિતી મુજબ નડિયાદ નજીકના બિલોદરા ગામ ખાતે દોઢેક વર્ષ પહેલા સર્જાયેલ સીરપકાંડનો મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી પારુમલ સિંધી જેલમાં છે. તેના નડિયાદ-કપડવંજ રોડ પર એસટી વર્કશોપ સામે આવેલ પ્રભુકૃપા સોસાયટીના મકાનમા ગત ૧૪મી ેપ્રીલાના રોજ ત્રાટકેલા તસ્કરોએ લોખંડની જાળીનું તાળુ તોડી મકાનમાં પ્રવેશી કર્યો હતો અને સોફા કમ બેડનો અંદરનો સામાન વેર વિખેર કરીને મકાનમાંથી રોકડા રૃપિયા ૮૦ લાખ તેમજ રૃપિયા ૨૨,૧૪,૫૦૦ની કિંમતના ૬૦ તોલા ઉપરાંત સોનાના દાગીના રૃપિયા ૫૦ હજાર કિંમતના ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૧,૦૨,૬૪,૫૦૦ ની કિંમતની મતા ચોરી એક સ્કૂલ બેગ અને બે વિમલના થેલામાં ભરી હતી સાથે તસ્કરો મકાનમાંથી પાસપોટ,ર્ આધાર કાર્ડ, રેશનકાર્ડ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેંકની પાસબુક તેમજ ગેસની પાસબુક પણ ચોરી કરીને થેલામાં ભરી ફરાર થઈ ગયા હતા. આ અંગે નડીઆદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી.

આ ગુના ની ગંભીરતા ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા આ ગુના નો ભેદ ઉકેલવા માટે ખેડા એલ સી બી, એસ ઓ જી તેમજ નડિયાદ શહેર પોલીસની વિવિધ ૬ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની વિવિધ ટીમો દ્વારા વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ દેખાતા ઈસમોની ઓળખ કરવાની ગતિવિધિ હાથ ધરી હતી સાથે આવા ઘરફોડ ચોરીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં ઘટનાસ્થળની આજુબાજુમાં દેખાતો એક શંકાસ્પદ ઇસમ ઉમરેઠ તાલુકાના ઓડ ગામનો આંતરરાજ્ય રીઢો ઘરફોડિયો નવઘણ પૂજા તળપદા હોવાની પોલીસને શંકા પ્રબળ બની હતી. જેના પગલે ખેડા એલસીબીની ટીમે નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે રોડ પાસે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ આગળથી આંતરરાજ્ય રીઢા ઘરફોડિયા નવઘણ પંૂજા તળપદાને દબોચ્યો હતો અને પોલીસે તેની પાસેથી રોકડા રૃપિયા ૧૫૦૦ સોનાનો એક બિસ્કીટ, પેન્ડલ સાથેની સોનાની એક ચેન કબ્જે કરી હતી. નવઘણ તળપદાને એલસીબી પોલીસ મથકે લાવી ે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં રીઢા ઘરફોડિયા એ નડિયાદ પ્રભુ કૃપા સોસાયટી સ્થિત જેલમાં બંધ સીરપકાંડના આરોપી યોગી સિંધીના મકાનમાં થયેલ રૃપિયા એક કરોડ ઉપરાંતની ઘરફોડચોરીનો ગુનો કબૂલી લીધો હતો. આ ચોરીમાં પોતાનો સગો ભાઈ અને આંતરરાજ્ય રીઢો ઘરફોડિયો વિષ્ણુ પૂંજાભાઈ તળપદા તેમજ સમીર મોંઘાભાઈ તળપદા (રહ.ે ખંભોળજ)અને રમેશ પોપટભાઈ ડોડીયા (મૂળ રહે. ગારીયાધાર જી. ભાવનગર હાલ રહે નડિયાદ) પણ સંડોવાયા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આ આરોપીઓને પણ દબોચી લીધા હતા સાથે પોલીસે આ ઘરફોડ ચોરીના ગુનામાં ચોરી થયેલ તમામ ૬૦ તોલા જેટલા સોનાના દાગીના ૫૦૦ ગ્રામ જેટલા ચાંદીના દાગીના અને રોકડા રૃપિયા ૮૦ લાખ પૈકી રોકડા રૃપિયા ૨૩,૩૫,૦૦૦ હસ્ગત કરી કબજે લીધા હતા. જોકે વિષ્ણુ પૂજા તળપદા હજી ફરાર હોય પોલીસના હાથમાં આવ્યો નથી. આ આરોપી ઝડપાતા ચોરીના ગુનામાં ગયેલ બાકીની રોકડ પણ હસ્ગત થશે તેવો પોલીસ આશાવાદ સેવી રહી છે. દરમિયાન પોલીસ દ્વારા આ ઘરફોડ ચોરીના ગુનાના ઝડપાયેલા આરોપીઓ આંતરરાજ્ય રીઢા ઘરફોડિયા નવઘણ પૂંજા તળપદા અને તેના ત્રણ સાગરીતોના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

હેલીપેડ નજીક પીએસઆઈ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી
ખેડા જિલ્લા એલસીબી પીએસઆઇ એસ. જી.પટેલને નડિયાદમાં થયેલી એક કરોડની ચોરીના આરોપીઓની માહિતી મળતા તેઓ નડિયાદ ડાકોર રોડ પર હેલીપેડ નજીક વચમાં હતા ત્યાં મુખ્ય આરોપી નવઘણ તળપદા આવતા જ પી.એસ.આઇ એસ. જી. પટેલે દોઢ મૂકીને નવઘણને ે પકડયો હતો એ સાથે જ પીએસઆઇ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે પીએસઆઇ પટેલએ નવઘણને બાથમાં ઘાલીને નીચે પટકયો હતો. ત્યાં સુધીમાં સ્ટાફના જવાનો આવી જતા નવઘણને બળપુર્વક પકડીને એલસીબી પોલીસ મથકે લઈ જવાયો હતો.

ચોરી કરવા માટે રીક્ષાનો ઉપયોગ
નવઘણ વાઘરીની ચોરી કરવાની એક અનોખી સ્ટાઇલ છે. તે મોટી ચોરી કરવા જાય ત્યારે સારા વાહનમાં જવાના બદલે રીક્ષાનો ઉપયોગ કરતો હતો. આ ટોળકીએ આણંદના સમીરની રીક્ષા લીધી હતી. આરોપીઓની પૂછપરછમાં રિક્ષામાં ચોરી કરવાથી કોઈને શંકા ન જાય એટલા માટે રિક્ષાનો ઉપયોગ કરાયો હતો.

એક વર્ષ અગાઉ નડિયાદમાં ચોરી કરી હતી
નવઘણ વાઘરી એન્ડ ટીમે નડિયાદમાં દેસાઈ વગામાં એક વર્ષ અગાઉ ચોરી કરી હતી. જેમાં પરિવાર અમેરિકામાં હોય તેમના બંધ મકાનમાં એન્ટિક વસ્તુઓની ચોરી કરી હતી. જો કે જે તે વખતે એલસીબી પોલીસે તેને પકડી પાડયો હતો અને તે જેલમાં ગયો હતો. જેલમાંથી છૂટયા બાદ તેણે ચોરીની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. એન્ટિક વસ્તુઓની ચોરીમાં રૃપિયા એક કરોડ ઉપરાંતની વસ્તુઓ ચોરી કરી ગયા હોવાનું નોંધાયું હતું.

મહિલા અને તેની પુત્રી જે લગ્નમાં ગયા હતા ત્યાં પણ ટીપ્સ આપનારે વોચ રાખી હતી
નડિયાદ સીરપકાંડના આરોપી યોગી સિંધીના ઘરે એક કરોડ રૃપિયાની ચોરી થઈ તે પૂર્વે યોગી સિંધીના મકાનમાં મોટો દલ્લો પડયો હોવાની ટિપ્સ નડિયાદના રમેશ ડોડીયાએ આપી હતી. રમેશ ડોડીયા યોગી સિંધીની નજીકમાં રહેતો હતો. તેને ખબર હતી કે યોગી સિંધી જેલમાં છે અને તેની પત્ની અને પુત્રી એકલા રહે છે. કરિયાણાની દુકાનની સાથે અન્ય ધંધાની આવક તગડી હોય મકાનમાં મોટી રકમ હોવાનો અંદાજ રમેશ ડોડીયાને હતો. મુખ્ય આરોપી નવઘણના ભાઈ વિષ્ણુ સાથે આ રમેશને મિત્રતા હતી અને તેણે આ અંગેની જાણ વિષ્ણુને કરી હતી. અને બાદમાં રેકી શરૃ થઈ હતી. એમાંય વળી લગ્ન પ્રસંગમાં પરિવાર જતો હોય ચોક્કસ સમય નક્કી કરીને આરોપીઓએ મકાનમાં હાથ સફાઈ કરી હતી. મહત્વની વાત એ છે કે યોગી સિંધીની પુત્રી અને પુત્રી જે લગ્નમાં ગયા હતા. તે લગ્નમાં જઈને રમેશ ડોડીયાએ તેમના પર વોચ રાખી હતી. તેઓ ત્યાંથી કેટલા વાગે નીકળે છે તેની જાણકારી પણ મકાનમાં ચોરી કરતા તેમના સાગરીતો સુધી પહોંચાડી હતી. જેથી મકાન માલિક મહિલા તેના ઘર પહોંચે તે પહેલા તેઓ ચોરી કરીને નીકળી જાય એવો તકતો ગોઠવ્યો હતો અને તેમાં તેઓ સફળ બન્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement